હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ,
તા.૭ કોડીનાર તાલુકાનાં બોડવા ગામના મહિલા સરપંચ દેવીબેન રાઠોડે જૂનાગઢ ખાતે ગ્રામ સ્વરોજગાર સંસ્થા (આરસેટી) એસબીઆઇમાં ૨૪ બહેનો સાથે બેન્કીંગની તાલીમ મેળવી છે. હવે તેવો બિઝનેશ કોરસ પોન્ડન્ટ સાથે બેન્ક સખીની ભુમિકા નિભાવશે. ગ્રામ વિકાસ એજન્સી ગીર સોમનાથ અને ગ્રમ રોજગાર સંસ્થા એસબીઆઇ દ્વારા જૂનાગઢ ખાતે તાલીમનું આયોજન કરાયું હતું.
૩૫૦૦ની વસ્તી ધરાવતા કોડીનારના બોડવામાં બેન્કીંગ સુવિધા ન હોય બેન્કીંગની તાલીમ મેળવી હવે તેમાં બેન્કના બિઝનેશ કોરસ પોન્ડન્ટ સેન્ટર બોડવાને મળે તે માટે સજ્જ થયા છે. અહિં તેઓ બેન્ક સખી તરીકે ફરજ બજાવી ગામના લોકોના બેન્કીંગની સુવિધા મળે તેવી કાળજી લેશે.
દેવીબેન બોડવાના સરપંચ હોય સાથે રમાબાઇ સખીમંડળ અને સાવત્રીબાઇ મહિલા મંડળ પણ ચલાવે છે. ૬ દિવસની તાલીમમાં વ્યાપક બેન્કીંગ બિઝનેશ કોરસપોન્ડન્ટની ૪૦૦ થી વધુ પેઇઝની બેન્કીંગની બુકનો અભ્યાસ કરી દેવીબેન રાઠોડ ઇન્ડીયન ઇસ્ટીટ્યુટ ઓફ બેન્કીંગ ફાયનાન્સની ઓનલાઇન પરીક્ષા આપી તેઓ ઉતીર્ણ થયા છે. આ પરીક્ષા ખુબ અઘરી હોય છે. પરંતુ એમ.એમ. એમ.એડ થયેલા દેવીબેન મહેનત કરી તાલીમબધ્ધ થતા આ કપરી કસોટી પણ પાસ કરી છે. આ ગ્રામ્ય વિસ્તારની નારીશકિતનો ઉત્સાહ છે.
રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ