“ડભોઇ વેગા રેલવે ઓવરબ્રિજ ઉપર ફાયરફાઈટર અને ડિઝલ ટેન્કર વચ્ચે અકસ્માત-ડીઝલની રેલમછેલ”

ડભોઇ,

ડભોઈ વેગા ચોકડી પાસે આવેલ રેલવે ઓવરબ્રિજ ઉપર વડોદરા મહાનગર પાલિકાના ફાયર ફાઈટર અને ડીઝલ લઈ જતા ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં ટેન્કરમાંથી ડીઝલ ઓવરબ્રિજ ઉપર ધોળાઈ જતા માર્ગ ઉપર ડીઝલની રેલમછેલ થઇ જવા પામી હતી. જાણવા મળતી માહિતી મુજબ વડોદરા મહાનગર પાલિકાનું ફાયર ફાઈટર નંબરGQB-4849 ડભોઇ પાસે આવેલ શાહ એન્જિનિયરિંગ કંપની માં રીપેરીંગ કામ કરાવવા આવ્યું હતું. જે માર્ગ ભૂલો પડી જતા ઓવરબ્રિજ ઉપર આગળ જઈ પાછા બ્રિજ ઊતરી રહ્યા હતા, ત્યારે સામેની બાજુથી એક ડીઝલ ભરેલું ટેન્કર નંબર GJ3-AZ-9510 છોટાઉદેપુર તરફ જઈ રહ્યું હતું .ત્યારે આ બંને વાહનો એકબીજા સાથે સામસામે ભટકાઈ જતા ગમ્ખવાર અકસ્માત થયો હતો. જેના પરિણામે ટેન્કર માનું ડીઝલ ઓવર બ્રીજ ઉપર ઢોળાઇ જતા સમગ્ર રોડ ડીઝલથી છવાઇ જવા પામ્યો હતો. જેના પરિણામે અવરજવર કરતા વાહનો માટે ભયજનક પરિસ્થિતિ ઉભી થવા પામી હતી. ત્યારે ડભોઇ પોલીસ તંત્રના અધિકારીઓ પહોંચી જઈ પરિસ્થિતિને કાબુમાં લઇ વાહન વ્યવહાર ચાલુ કરાવ્યો હતો. સદનસીબે અકસ્માતની આ ઘટનામાં કોઈ જાનહાનિ કે કોઈ દુર્ઘટના બનવા પામી ન હતી.

રિપોર્ટર : રાજેશ વાળંદ, ડભોઈ

Related posts

Leave a Comment