સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, થરાદના NSS વિભાગ દ્વારા રાષ્ટ્રીય તમાકું નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વકતૃત્વ સ્પર્ધા યોજાઇ

હિન્દ ન્યુઝ, થરાદ

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ થરાદના NSS વિભાગ દ્વારા, તા. ૧૩/૦૨/૨૦૨૩ ના રોજ જીલ્લા તમાકું નિયંત્રણ સેલ, બનાસકાંઠા તથા તાલુકા આરોગ્ય કચેરી, થરાદના સંયુકત ઉપક્રમે રાષ્ટ્રીય તમાકું નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં અત્રેની કોલેજના કુલ ૧૨ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ. આ કાર્યક્રમ કોલેજના આચાર્ય ભાવિક ચાવડા, તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. એચ. વી. જેપાલ, જીલ્લા તમાકું નિયત્રંણ સોશિયલ વર્કર અનીલભાઈ રાવળ, સાયકોલોજી કાઉન્સીલર નાંદોલીયા, એમ.પી.એચ.એસ, ભાચર, એમ.પી.એચ. ડબ્લ્યુ, ડોડગામ તથા કોલેજના સ્ટાફગણ તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં યોજાયો.

આજના કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય તેમજ કોલેજના આચાર્ય ભાવિક ચાવડા દ્વારા મહેમાનોના શાબ્દિક સ્વાગતથી કરવામાં આવી. સ્પર્ધા શરૂ કરતા પહેલા અનિલ રાવલ દ્વારા તમાકુથી થતા નુકસાન અંગે વિદ્યાર્થીઓમાં સભાનતા આવે તે માટે ppt દ્વારા સમજ આપવામાં આવી. આ વકતૃત્વ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ડૉ. રતિલાલ રોહિત, ડૉ. પ્રશાંત શર્મા તથા ચિરાગ શર્મા, દ્વારા મુલ્યાંકન કરી એક થી ત્રણ નંબર સુધી પ્રભાવશાળી વક્તવ્ય આપેલ ૧૨ વિદ્યાર્થીઓ પૈકી અનુક્રમે પ્રથમ પટેલ ભાવના, બીજા નંબરે સોલંકી શૈલેષ, અને ત્રીજા નંબરે ચૌહાણ રંજુલા પસંદગી પામેલ તેમને સ્કુલ બેગ, વોટર બેગ અર્પણ કરેલ અને સ્પર્ધામાં ભાગ લીધેલ અન્ય વિદ્યાર્થીઓને બોલપેન આપી પ્રોત્સાહિત કરેલ.

આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના NSS પ્રોગ્રામ ઓફિસર મુકેશ રબારી દ્વારા કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા NSS સ્વયંસેવક તેમજ કોલેજના સેવકમિત્રો દ્વારા ભારે જહેમત ઉઠાવી. કાર્યક્રમને અંતે વિદ્યાર્થીઓને અલ્પાહાર આપી પૂર્ણ જાહેર કરાયો.

રિપોર્ટર : જવાનસિંહ રાજપૂત, થરાદ

Related posts

Leave a Comment