હિન્દ ન્યૂઝ,
નોવેલ કોરોના વાયરસ કોવિડ-૨૦૧૯ ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વ્રારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે, ત્યારે કોરોના વાયરસની કોઈપણ ગંભીર પરિસ્થિતિને પહોચી વળવા અરવલ્લી જિલ્લાના સમગ્ર વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર સાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
હાલમાં કોરોના વાયરસ સમગ્ર દેશ અને દુનિયામાં ફેલાયેલ હોઈ પોઝીટીવ દર્દી ઓના સંર્પકમાં આવેલા લોકોને સંક્રમણનું જોખમ સૌથી વધુ હોય છે. પોઝીટીવ કેસ જાહેર થતાં ત્યાં સંક્રમણનું જોખમ અટકાવવા પૂરતી તકેદારીના ભાગરૂપે COVID-19 નોધાયેલ પોઝીટીવ કેસ ના નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરેલ હોય તેવા વિસ્તારમાં આરોગ્યની કુલ-૬૨ ટીમો દ્વારા કુલ-૧૭૪૭ ઘરોની કુલ-૮૦૨૪ વસ્તીનું હાઉસ ટુ હાઉસ સર્વે ની કામગીરી કરવામાં આવી. પોઝીટીવ કેસના સંપર્ક માં આવેલ કુલ-૪૮૯ વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવેલ છે.
આજ રોજ કોવિડ-૧૯ ના નોધાયેલ કેસો પૈકી મોડાસા શહેરી વિસ્તાર નો -૦૧ (પુરુષ) પોઝેટીવ કેસ નોધાયેલ છે.
આજ દિન સુધી નોધાયેલ COVID-19 ના પોઝીટીવ ૫૨૦ કેસો પૈકી કુલ-૪૨૮ સારવાર પૂર્ણ થતાં તેઓને કોવિડ હોસ્પિટલ માથી રજા આપવામાં આવી છે. Covid-19 ના કુલ-૩૧ પોઝીટીવ દર્દી સારવાર હેઠળ છે.
હાલમાં વાત્રક જનરલ હોસ્પિટલ ખાતે-૦૮ તેમજ મોડાસા સાર્વજનિક હોસ્પિટલ આઇસોલેશનમાં ૧૬ પોઝીટીવ દર્દી સારવાર હેઠળ છે. તેમજ અરવલ્લી જિલ્લા ના ૦૨ પોઝીટીવ કેસ અમદાવાદ સીવીલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અને ૦૫ દર્દી હોમ આઇસોલેશન છે આમ, કુલ-૩૧ પોઝીટીવ દર્દી સારવાર હેઠળ છે.
તાલુકાનું નામ : કેસની સંખ્યા – એકટીવ દર્દી
બાયડ ગ્રામ્ય : ૪૪- ૩, બાયડશહેરી :૧૩-૧, ભિલોડા : ૩૩-૩, મેઘરજ : ૩૧-૩, ધનસુરા : ૪૫- ૯, માલપુર :૨૦- ૧, મોડાસા ગ્રામ્ય : ૧૧૧- ૩, મોડાસા શહેરી : ૨૨૩- ૮, ટોટલ : ૫૨૦- ૩૧
સાર્વજનિક હોસ્પિટલ મોડાસા માથી કુલ-૦૭ પૈકી મોડાસા શહેરી વિસ્તાર ના-૦૨ (પુરુષ), મોડાસા ગ્રામ્ય વિસ્તાર નો-૦૧ (પુરુષ), માલપુર તાલુકા ના-૦૨ (પુરુષ) તેમજ મેઘરજ તાલુકા ના-૦૨ (મહિલા) આમ, કુલ-૦૭ પોઝીટીવ દર્દીની સારવાર પૂર્ણ થતાં રજા આપવામાં આવેલ છે.
રિપોર્ટર : મુન્ના ખાન પઠાણ, મોડાસા