હિન્દ ન્યૂઝ, દિયોદર
બનાસકાંઠા જિલ્લા મા વિખવાદ માં રહેલી દિયોદર માર્કેટ યાર્ડ ની ચૂંટણી નું ચિત્ર બુધવારે સ્પષ્ટ થયું હતું. જેમાં બે ઉમેદવારો બિન હરીફ થતા અને 42 ઉમેદવારો એ પોતાના ઉમેદવારી પત્ર પરત ખેંચાતા હવે 14 બેઠકો માટે 28 ઉમેદવાર મેદાન માં ઉતર્યા છે જેને લઈ વર્તમાન સમય રાજકારણ માં ગરમાવો આવ્યો છે.
દિયોદર માર્કેટ યાર્ડ ની ચૂંટણી માં હવે રસાકસી ભર્યો જંગ જામ્યો છે. સ્થાનિક ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા અને તેમનો પુત્ર વર્તમાન ચેરમેન બિન હરીફ થતા 14 બેઠકો માટે 28 ઉમેદવાર મેદાન માં ઉતર્યા છે ખેડૂત વિભાગ ની 10 બેઠકો માં 20 ઉમેદવારો વેપારી વિભાગ ની 4 બેઠકો માટે 8 ઉમેદવારો જ્યારે ખરીદ વેચાણ મંડળી વિભાગ ના બંને ઉમેદવારો બિન હરીફ જાહેર થતા 14 બેઠક માટે 28 ઉમેદવારો મેદાન માં છે. જો કે આગામી બુધવારે દિયોદર માર્કેટ યાર્ડ ખાતે મતદાન યોજાશે આગામી 15 ઓકટોબર ગુરુવારે ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે જેમાં હવે વર્તમાન સમય ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા ચેરમેન પદે બિરાજમાન છે. જો કે સામે પક્ષ માં દિયોદર પૂર્વ ચેરમેન ઈશ્વરભાઈ તરક પણ પોતાની પેનલ સાથે મેદાન માં ઉતર્યા છે ત્યારે બંને દિગજ્જ આગેવાનો સામ સામે પેનલ માં હોવાથી ક્યાં વિભાગ ની બેઠક કોણ કબ્જે કરે છે તેના પર સહુ કોઈ ની નજર મંડાઈ છે.
અહેવાલ : પ્રદીપસિંહ વાઘેલા, દિયોદર