હિન્દ ન્યૂઝ, રાજકોટ,
તા.૨૧/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર D.C.B, P.I વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ P.S.I યુ.બી.જોગરાણા અને તેમની ટિમ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન A.S.I સી.એમ.ચાવડા, કરણભાઇ મારૂ, સંતોષભાઈ મોરી ને મળેલી બાતમી આધારે A.S.I બિપીનભાઈ ચાવડા, ઇંદ્રજીતસિંહ ગોહિલ, અભિજીતસિંહ જાડેજા, અશોકભાઈ ડાંગર, જયંતીભાઈ ગોહિલને સાથે રાખીને જંક્શન પ્લોટમાં આવેલ આહુઝા સીઝન સ્ટોર્સમાં દરોડો પાડ્યો હતો. જ્યાં કલ્પેશ અજીતભાઈ આહુઝા નામના સિંધી વેપારી યુવક ટીવીમાં જોઈને મુંબઈ ઇન્ડિયન્સ અને કિંગસ ઇલેવન પંજાબના I.P.L મેચ ઉપર ફોનમાં I.D બનાવી રન ફેર, હારજીતના સોદા કરી જુગાર રમતા રંગે હાથ મળી આવતા તેની ધરપકડ કરી. ૫૦ હજારનો ફોન, ૧૫ હજારનું ટીવી, ૧ હજારનું સોટટોપ બોક્સ, ૬૦૦ રૂપિયા રોકડા સહીત ૬૬.૬૦૦ રૂપિયાનો મુદામાલ કબ્જે કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ