આજે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાના ઇ-લોન્ચીંગ સંદર્ભે તિલકવાડાની કે.એમ.શાહ સાર્વજનિક હાઇસ્કૂલ ખાતે સમારોહ યોજાશે

હિન્દ ન્યુઝ, રાજપીપલા ગુજરાતના મુખ્યમંત્રી વિજ્યભાઇ રૂપાણીના હસ્તે તા. ૧૭ મી સપ્ટેમ્બર, ૨૦૨૦ ને ગુરૂવારના રોજ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનું ઇ- લોન્ચીંગ કરાશે. લાઇવલી હુડ પ્રમોશન કંપની લીમીટેડ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નર્મદા દ્વારા બપોરે ૩:૦૦ કલાકે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાની કે.એમ.શાહ સાર્વજનિક હાઇસ્કૂલ ખાતે આ અંગેનો સમારોહ યોજાશે. તેમ સિનિયર જનરલ મેનેજર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નર્મદા-રાજપીપલા તરફથી જણાવાયું છે. રિપોર્ટર : હિતેન્દ્ર વાસંદિયા, નર્મદા

Read More

રાજકોટ શહેરમાં ભીચરી ગામે ટેન્કરમાંથી પેટ્રોલ-ડીઝલની ચોરી કરતા ૩ તસ્કરોને કુવાડવા પોલીસે ઝડપી પાડેલ છે

રાજકોટ, રાજકોટ શહેરનાં ભીચરી ગામે ટેન્કરમાંથી નળી નાખી 3 તસ્કરો  પેટ્રોલ-ડિઝલની ચોરી કરતા હોવાની ચોક્કસ બાતમી કુવાડવા પોલીસ સ્ટેશનના P.I એમ.સી.વાળા ના માર્ગદર્શન હૈઠળ રહેલા P.S.I બી.પી.મેઘલાતર તથા પો.હેડ.કોન્સ અરવિંદભાઇ.ડી.મકવાણા, જયંતીભાઈ.એસ.ગોહિલ, કિશોરભાઈ કે.પરમારની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમીવાળા સ્થળ પર દરોડો પાડી. એક સફેદ કલરનું ટેન્કર પડેલ હોય. જેમાંથી શીલતોડી તેની બાજુમાં બોલેરો ગાડી રાખી તેના ટેન્કરમાંથી નળી વાટે કેરબામાં પેટ્રોલ/ડીઝલ કાઢતાં. દોલતભાઇ આલાભાઇ પરમાર જાતે-રબારી ઉ.રપ જામનગર, અતુલભાઇ ગડવાભાઇ પરમાર જાતે-રબારી ઉ.૨૯ જામનગર, વિનોદભાઇ ગીગાભાઇ ડાંગર જાતે-આહીર ઉ.૩૦ ભીચરી, ધરપકડ કરી કુવાડવા પોલીસે કુલ મુદામાલ રૂ.૨૭,૪૭,૦૦૦/- નો કબ્જે કર્યો છે.…

Read More

સાબરકાંઠા જિલ્લાના વડાલી માં પણ કોરોના ના વધતા કેસો જોઈ વેપારી દ્વારા સ્વયમ બંધ નો નિર્ણય

હિન્દ ન્યૂઝ, વડાલી સાબરકાંઠા જિલ્લામાં આવેલ વડાલી તાલુકા માં પણ નગરપાલિકા અને વેપારી મંડળ દ્વારા તારીખ ૧૮/૯ થી ૨૧/૯ સુધી સ્વયં બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે સાબરકાંઠા આ બીજો તાલુકો કોરોના ના કેસ દિવસે દિવસે વધી રહ્યા છે, ત્યારે વેપારીઓ અને જનતા દ્વારા મહત્વ નો એક નિર્ણય લેવામાં આવ્યો છે. આમ બજાર માં વધુ પ્રમાણ માં ટ્રાફિક જામ થતું હોય છે, ત્યારે વધુ લોકો એકબીજા ના સંક્રમણ માં ના આવે તે માટે છે. જ્યારે વડાલી માં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ના કેશિયર અને મેનેજર નો પણ કોરોના રિપોર્ટ…

Read More

કાંકરેજ તાલુકામાં બે અલગ-અલગ ગામોમાં આકાશી વીજળી પડતાં કુલ ત્રણ ભેંસોના મોત…

હિન્દ ન્યૂઝ, કાંકરેજ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાનાં સુદ્રોસણ માં (૧) અને તેરવાડા માં (૨) એમ કુલ કાંકરેજ માં ત્રણ ભેંસોના વીજળી પડવાથી મોત…… સુદ્રોસણ ના અડેસરા (ઠાકોર) જવાનજી રાજુજી ના ઘરે એક ભેંસનું મોત થયું હતું… જ્યારે તેરવાડા ગામના ઠાકોર ખેતાજી માધુજી ની બે ભેંસો મુત્યુ પામી હતી.. તેરવાડા અને સુદ્રોસણ ગામમાં આકાશી વિજળી પડતા કુલ ત્રણ ભેંસોના મોત… ભેંસો નો માલિક એક દમ ગરીબ…. ભેંસો ઉપર ગુજરાન ચાલાવતા સ્થાનિક ને ભેંસો મોતને ભેટતા પરિવાર ઉપર આભ ફાટ્યું…… રિપોર્ટર : કનુજી ઠાકોર, કાંકરેજ

Read More

રાજકોટ શહેર લોધીકા આર્શિવાદ ગ્રીન સીટી પાસેથી ક્રુઝ કારમાંથી વિદેશીદારૂ સાથે એક શખ્સની ધરપકડ કરી મુદામાલ કબ્જે કરેલરાજકોટ શહેર લોધીકા આર્શિવાદ ગ્રીન સીટી પાસેથી ક્રુઝ કારમાંથી વિદેશીદારૂ સાથે એક શખ્સની ધરપકડ કરી મુદામાલ કબ્જે કરેલ

હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ શહેર જીલ્લામાં દારૂબંધીનો કડક અમલ કરવા જીલ્લા પોલીસ વડા બલરામ મીણાએ આપેલી સુચનાને પગલે લોધીકા પોલીસ મથકનાં P.S.I કે.એ.જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. ત્યારે ખીરસરા-લોધીકા રોડ પરથી GJ-1-KB-4523 નંબરની કારમાં વિદેશીદારૂ ભરીને રાજકોટનો ક્રુષાંગ મુકેશ તળપદા નીકળવાના હોવાની કોન્સ્ટેબલ શિવભદ્રસિંહ ગોહિલને મળેલી બાતમીના આધારે આર્શિવાદ ગ્રીન સીટી પાસે વોંચ ગોઠવી હતી. વોંચ દરમ્યાન શંકાસ્પદ હાલતમાં નીકળેલી કારને અટકાવી તલાશી લેતા કારમાંથી રૂા.૨.૮૨ લાખની કિંમતના ૫૬૪ બોટલ દારૂ સાથે ક્રુષાંગ તળપદા ધરપકડ કરી દારૂ અને કાર મળી રૂા.૭.૮૭ લાખનો મુદામાલ કબ્જે કરી ઝડપાયેલા શખ્સની પ્રાથમિક પુછપરછમાં રાજકોટના…

Read More

ઓલપાડ તાલુકાના ટકારમાં ગામે ડિસ્ટ્રિક્ટ બેન્કના ATM મશીનમાંથી તસ્કરો 7 લાખ રૂપિયાની ચોરી કરી લઇ ગયા

હિન્દ ન્યૂઝ, સુરત, સુરત જીલ્લાના ઓલપાડ તાલુકા ટકારમાં ગામે આવેલ સુરત ડિસ્ટ્રિક્ટ બેન્કના ATM મશીનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરો એ બેન્કના એટીએમને નિશાન બનાવી અંદાજીત 7 લાખ રૂપિયા રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીની આખી ઘટના ગત રાત્રીના સમયે બનવા પામી છે. તસ્કરોને જાણે પોલીસનો કોઈ ખોફ જ ન હોઈ તેમ ઠંડા કલેજે ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરો એ ડિસ્ટ્રીકટ બેન્કના એટીએમ મશીનને સેન્ટર માંથી બહાર કાઢ્યું હતું. ત્યારબાદ મશીનને આંખે આખુ તોડી એટીએમ મશીન માંથી લાખો રૂપિયાની રોકડની ચોરી કરવામાં આવી હતી. અને એટીએમ…

Read More

જોડિયા તાલુકા માં માન.મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયું ની ઉજવણી

હિન્દ ન્યુઝ, જોડિયા જામનગર જિલ્લાના હડિયાણા ગામે જોડિયા તાલુકા ભાજપના મહામંત્રી જયસુખ ભાઈ પરમાર અને સક્રિય કાર્યકર્તા રમેશભાઈ નંદાસણા, કિશોરભાઇ પરમાર, કાંતિભાઈ કગથરા અને હડિયાણા બુથ પ્રમુખ દ્વારા ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયું જોડીયામાં ઉજવતા હડિયાણા ગામે ભાજપ દ્વારા વૃક્ષારોપણનું સુંદર આયોજન કરેલ અને વૃક્ષ નુ રોપણ કરી ઉછેર કરવાની જવાબદારી લેવામાં આવી ઘરે ઘરે અને વાડીએ એક એક વૃક્ષ વાવવાનો સંકલ્પ લીધેલ છે. રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા

Read More

સુરત ખાતે “હિન્દ ન્યૂઝ” એ કન્ટ્રોલ રૂમના એ.સી.પી. આઈ.એન.પરમાર ની કરી ખાસ મુલાકાત

હિન્દ ન્યુઝ, સુરત સમગ્ર ગુજરાતમાં બહોળુ વાચકવર્ગ ધરાવતું અને ડૉ. સીમાબેન પટેલ દ્વારા સંચાલિત તથા કાલાવડ થી પ્રસિદ્ધ થતું એક માત્ર ન્યૂઝ પેપર “હિન્દ ન્યૂઝ” દ્વારા સુરત કન્ટ્રોલ રૂમના એ.સી.પી. શ્રી આઈ.એન.પરમાર ની શુભેચ્છા મુલાકાત. સુરત “હિન્દ ન્યૂઝ” નાં મહિલા પત્રકાર શ્રીમતી હીનાબેન ભટ્ટ દ્વારા સુરતના કન્ટ્રોલ રૂમ એ.સી.પી. શ્રી આઈ.એન.પરમાર ની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત માં “હિન્દ ન્યૂઝ” તરફથી હીનાબેન ભટ્ટ દ્વારા સુરતની અનેક સમસ્યાઓ અને લોકહિત માટે લેવા જેવા પગલાંઓ અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. તેમજ એ.સી.પી. શ્રી પરમાર દ્વારા “હિન્દ ન્યૂઝ” ઉતરોતર પ્રગતિ…

Read More

વિરમગામ તાલુકાના માલધારી સમાજ દ્વારા વિરમગામ નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, વિરમગામ, વિરમગામ તાલુકાના ઝેઝરા, સુરજઞઢ તેમજ નભોઈ ગામપંચાયતની ગામની સીમમાં આવેલ ગૌચર જમીનની અંદર ગેરકાયદેસર દબાણ કરનાર ઈસમો વિરુદ્ધ વિરમગામ માલધારી સમાજના આગેવાનો દ્વારા નાયબ કલેકટર ને આવેદન પત્ર આપી ગૌચર ની જગ્યા પર ગેરકાયદેસર દબાણ કરનાર ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા વિરમગામ તાલુકા માલધારી સમાજ ની ઉગ્ર રજૂઆત છે. તેમજ આ બાબતે જો કોઇ યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવે તો વિરમગામ તાલુકા માલધારી સમાજ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી. રિપોર્ટર : નસીબ ખાન મલેક, વિરમગામ

Read More

ઈડરમાં સાંજના પાંચ વાગ્યા પછી બજાર બંધ રાખવાનો નક્કી કરેલ જેમાં વેપારીઓ એ નિયમ નુ પાલન કયું

હિન્દ ન્યુઝ, ઈડર, સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકા મા કોરોના સંક્રમણ ના લીધે ઈડર નગરપાલિકાના પ્રમુખ તેમજ ઈડર વેપારી એસોસિયેશન દ્વારા સાંજના પાંચ વાગ્યા પછી બજાર બંધ રાખવાનો નક્કી કરેલ છે. જેના લીધે દરેક જનતા તથા વેપારીએસોસિયેશન તે નિર્ણય ને માન આપીને આ મહામારી સંક્રમણ ને નાથવા દરેકે સહકાર આપીને સંપૂર્ણ બંધ રાખીને નિયમ નુ પાલન કયું છે. રિપોર્ટર : હસન અલી, ગણેશપુરા

Read More