આજે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાના ઇ-લોન્ચીંગ સંદર્ભે તિલકવાડાની કે.એમ.શાહ સાર્વજનિક હાઇસ્કૂલ ખાતે સમારોહ યોજાશે

હિન્દ ન્યુઝ, રાજપીપલા

ગુજરાતના મુખ્યમંત્રી વિજ્યભાઇ રૂપાણીના હસ્તે તા. ૧૭ મી સપ્ટેમ્બર, ૨૦૨૦ ને ગુરૂવારના રોજ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનું ઇ- લોન્ચીંગ કરાશે. લાઇવલી હુડ પ્રમોશન કંપની લીમીટેડ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નર્મદા દ્વારા બપોરે ૩:૦૦ કલાકે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાની કે.એમ.શાહ સાર્વજનિક હાઇસ્કૂલ ખાતે આ અંગેનો સમારોહ યોજાશે. તેમ સિનિયર જનરલ મેનેજર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નર્મદા-રાજપીપલા તરફથી જણાવાયું છે.

રિપોર્ટર : હિતેન્દ્ર વાસંદિયા, નર્મદા

Related posts

Leave a Comment