રાજકોટ શહેરમાં ભીચરી ગામે ટેન્કરમાંથી પેટ્રોલ-ડીઝલની ચોરી કરતા ૩ તસ્કરોને કુવાડવા પોલીસે ઝડપી પાડેલ છે

રાજકોટ,

રાજકોટ શહેરનાં ભીચરી ગામે ટેન્કરમાંથી નળી નાખી 3 તસ્કરો  પેટ્રોલ-ડિઝલની ચોરી કરતા હોવાની ચોક્કસ બાતમી કુવાડવા પોલીસ સ્ટેશનના P.I એમ.સી.વાળા ના માર્ગદર્શન હૈઠળ રહેલા P.S.I બી.પી.મેઘલાતર તથા પો.હેડ.કોન્સ અરવિંદભાઇ.ડી.મકવાણા, જયંતીભાઈ.એસ.ગોહિલ, કિશોરભાઈ કે.પરમારની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમીવાળા સ્થળ પર દરોડો પાડી. એક સફેદ કલરનું ટેન્કર પડેલ હોય. જેમાંથી શીલતોડી તેની બાજુમાં બોલેરો ગાડી રાખી તેના ટેન્કરમાંથી નળી વાટે કેરબામાં પેટ્રોલ/ડીઝલ કાઢતાં. દોલતભાઇ આલાભાઇ પરમાર જાતે-રબારી ઉ.રપ જામનગર, અતુલભાઇ ગડવાભાઇ પરમાર જાતે-રબારી ઉ.૨૯ જામનગર, વિનોદભાઇ ગીગાભાઇ ડાંગર જાતે-આહીર ઉ.૩૦ ભીચરી, ધરપકડ કરી કુવાડવા પોલીસે કુલ મુદામાલ રૂ.૨૭,૪૭,૦૦૦/- નો કબ્જે કર્યો છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment