હિન્દ ન્યૂઝ, વડાલી
સાબરકાંઠા જિલ્લામાં આવેલ વડાલી તાલુકા માં પણ નગરપાલિકા અને વેપારી મંડળ દ્વારા તારીખ ૧૮/૯ થી ૨૧/૯ સુધી સ્વયં બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે સાબરકાંઠા આ બીજો તાલુકો કોરોના ના કેસ દિવસે દિવસે વધી રહ્યા છે, ત્યારે વેપારીઓ અને જનતા દ્વારા મહત્વ નો એક નિર્ણય લેવામાં આવ્યો છે. આમ બજાર માં વધુ પ્રમાણ માં ટ્રાફિક જામ થતું હોય છે, ત્યારે વધુ લોકો એકબીજા ના સંક્રમણ માં ના આવે તે માટે છે. જ્યારે વડાલી માં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ના કેશિયર અને મેનેજર નો પણ કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા વડાલી શહેરી જનો વધુ ટેન્શન માં આવી ગયા છે, જ્યારે સૌથી વધુ ટ્રાફિક સરકારી બેન્કો માં જોવા મળતું હોય છે. વડાલી ની જનતા પણ તેમને સારો પ્રતિસાદ આપે તેવી આશા નગરપાલિકા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ઘરમાં રહો સુરક્ષિત રહો.
રિપોર્ટર : ઋત્વિક પટેલ, ખેડબ્રહ્મા