રાજપીપલામાં સરદાર ટાઉન હોલ ખાતે મુખ્યમંત્રી મહિલા કલ્યાણ ઉત્કર્ષ યોજનાનું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે થનારૂ ઇ-લોકાર્પણ

હિન્દ ન્યુઝ, રાજપીપલા
તા. ૧૭ મી સપ્ટેમ્બર, ૨૦૨૦ ને ગુરૂવારના રોજ બપોરે ૩-૦૦ કલાકે રાજપીપલામાં સરદાર ટાઉન હોલ ખાતે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ઇ-લોકાર્પણનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં રાજપીપલા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતિ જીગીશાબેન ભટૃ, સુરતના કતારગામ વિસ્તારના ધારાસભ્ય વિનુભાઇ મોરડીયા અને મહિલા અગ્રણી શ્રીમતિ દર્શીનીબેન કોઠીયા સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં બેન્ક દ્રારા JLESG જુથને લોન મંજુરીપત્રોનું વિતરણ કરાશે.

રિપોર્ટર : હિતેન્દ્ર વાસંદિયા, નર્મદા

Related posts

Leave a Comment