રાજપીપલામાં ડો. બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે “સાત પગલા ખેડૂત કલ્યાણના” અંતર્ગત ખેડૂત લાભાર્થીઓને મંજૂરી હુકમોના વિતરણનો કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, રાજપીપલા,

ગુજરાતના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્રારા “આત્મનિર્ભર પેકેજ” અંતર્ગત ચાલુ વર્ષ ૨૦૨૦-૨૦૨૧ માટે ખાસ “સાત પગલા ખેડૂત કલ્યાણના” હેઠળ સંપૂર્ણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચ માટે સહાય આપવાની યોજના અને પ્રાકૃતિક કૃષિ પધ્ધતિ દ્રારા જીવામૃત બનાવવા સારૂં લાભાર્થીઓને નિદર્શન કીટમાં ૭૫ ટકા સહાયની યોજના હેઠળ ખેડૂત લાભાર્થીઓને મંજુરી હુકમોના વિતરણનો કાર્યક્રમ તા.૧૭ મી સપ્ટેમ્બર, ૨૦૨૦ ને ગુરૂવારના રોજ સવારે ૯-૦૦ કલાકે મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાજપીપલામાં ગાંધીચોક પાસેના ડૅા. બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે યોજાશે.

રિપોર્ટર : હિતેન્દ્ર વાસંદિયા, નર્મદા

Related posts

Leave a Comment