સુરત ખાતે “હિન્દ ન્યૂઝ” એ કન્ટ્રોલ રૂમના એ.સી.પી. આઈ.એન.પરમાર ની કરી ખાસ મુલાકાત

હિન્દ ન્યુઝ, સુરત

સમગ્ર ગુજરાતમાં બહોળુ વાચકવર્ગ ધરાવતું અને ડૉ. સીમાબેન પટેલ દ્વારા સંચાલિત તથા કાલાવડ થી પ્રસિદ્ધ થતું એક માત્ર ન્યૂઝ પેપર “હિન્દ ન્યૂઝ” દ્વારા સુરત કન્ટ્રોલ રૂમના એ.સી.પી. શ્રી આઈ.એન.પરમાર ની શુભેચ્છા મુલાકાત. સુરત “હિન્દ ન્યૂઝ” નાં મહિલા પત્રકાર શ્રીમતી હીનાબેન ભટ્ટ દ્વારા સુરતના કન્ટ્રોલ રૂમ એ.સી.પી. શ્રી આઈ.એન.પરમાર ની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત માં “હિન્દ ન્યૂઝ” તરફથી હીનાબેન ભટ્ટ દ્વારા સુરતની અનેક સમસ્યાઓ અને લોકહિત માટે લેવા જેવા પગલાંઓ અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. તેમજ એ.સી.પી. શ્રી પરમાર દ્વારા “હિન્દ ન્યૂઝ” ઉતરોતર પ્રગતિ કરે, સાથે હરહંમેશ સમાજમાં નિષ્ઠાપૂર્વક તેમજ નીડરતાપૂર્વક લોક પ્રશ્નો, લોક સમસ્યાઓને વાચા આપે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

રિપોર્ટર : હિના ભટ્ટ, સુરત

Related posts

Leave a Comment