વિરમગામ તાલુકાના માલધારી સમાજ દ્વારા વિરમગામ નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, વિરમગામ,

વિરમગામ તાલુકાના ઝેઝરા, સુરજઞઢ તેમજ નભોઈ ગામપંચાયતની ગામની સીમમાં આવેલ ગૌચર જમીનની અંદર ગેરકાયદેસર દબાણ કરનાર ઈસમો વિરુદ્ધ વિરમગામ માલધારી સમાજના આગેવાનો દ્વારા નાયબ કલેકટર ને આવેદન પત્ર આપી ગૌચર ની જગ્યા પર ગેરકાયદેસર દબાણ કરનાર ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા વિરમગામ તાલુકા માલધારી સમાજ ની ઉગ્ર રજૂઆત છે. તેમજ આ બાબતે જો કોઇ યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવે તો વિરમગામ તાલુકા માલધારી સમાજ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી.

રિપોર્ટર : નસીબ ખાન મલેક, વિરમગામ

Related posts

Leave a Comment