અમરેલી જિલ્લાના બગસરા શહેરના અમરેલી બાઇપાસ રોડ પર આધેડ વયના ખેત મજુર એ કરેલો આપઘાત

અમરેલી, મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના બગસરા શહેર માં આવેલ ગંજીવાડા વિસ્તારમાં રહેતા ગોકુળભાઈ સવજીભાઈ ડેડાણીયા ઉંમર વર્ષ 65 આજરોજ બપોરના સમયે અમરેલી બાઇપાસ રોડની સાઈડમાં આવેલા લીમડાના ઝાડ પર લડકી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરેલ. બનાવની જાણ થતાં ઘટનાસ્થળે બગસરા પોલીસ સ્ટાફ વધુ તપાસ માટે દોડી ગયેલ, મૃતકને 108 દ્વારા બગસરા જાહેર આરોગ્ય કેન્દ્રમાં પીએમ માટે લઈ જવામાં આવેલ, વધુ વિગત જાણવા અનુશાર ગોકુળભાઈ સવજી ભાઈ ને બે પુત્રો અને બે પુત્રી હતા. રિપોર્ટર : મનજી પરમાર, બગસરા

Read More

છાપી પો.સ્ટે.ના ગુનાનો 11 વર્ષથી નાસતો ફરતો આરોપીને ઝડપી પાડતી છાપી પોલીસ

હિન્દ ન્યૂઝ, છાપી, IGP બોર્ડર રેન્જ – ભુજ જે.આર.મોથલીયા તથા SP બનાસકાંઠા – પાલનપુર તરૂણ દુગ્ગલ ના માર્ગેદર્શન હેઠળ હાલમા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે સુચના કરેલ અને વિભાગીય પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ (IPS) તેમજ પાલનપુર સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર એન.ડી.અસારી ના માર્ગદર્શન હેઠળ છાપી પોલીસ સ્ટાફના પો. સબ ઈન્સ. એસ.ડી.ચૌધરી તેમજ અહેકો યાજ્ઞીકભાઈ રતુભાઇ , પો.કો ચેતનસિંહ રણછોડજી, પો.કો. મહેશભાઈ રઘનાથભાઈ, પો.કો.મહેન્દ્રભાઈ, વીરાભાઈ, પોલીસ સ્ટાફના માણસો ને ખાનગી રાહે હકીકત મળેલ કે છાપી પો.સ્ટે. સેકન્ડ.ગુ.ર.નં.૩૦૨૦/૨૦૦૯ ઘી ઇ.પી.કો. કલમ ૪૬૭,૪૭૧, ગુજરાત મૂલ્યવર્ધિત વેરા અધિનિયમ ૮૫(૨)ઠ મુજબ ના કામેનો આરોપી પલક…

Read More

રાજકોટ ના કુવાડવા G.I.D.C માં કલરકામ કરતા યુપીના શખ્સને પવનની ફટકી લાગતા ત્રીજા માળેથી નીચે પટકાતા ગંભીર ઇજા થતા મોત નીપજ્યું

હિન્દ ન્યૂઝ, રાજકોટ તા.૨૬/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ ખાતે મૂળ યુપીનો અને હાલ રૈયાધારમાં મોટાભાઈ સાથે રહેતો લક્ષ્મણભાઇ પથરીભાઈ સહાની નામનો 30 વર્ષીય શ્રમિક યુવાનના મામાએ કુવાડવા G.I.D.C માં કલરકામનો કોન્ટ્રાકટ રાખ્યો હોય. ત્યાં ૬ દિવસથી મજૂરીકામે જતો હતો. ગતરાત્રે સાથી મજૂરોને જમવાનું બનાવો મને બહુ ગરમી થાય છે. હું હવાફેર કરતો આવુ તેમ કહી સામેની ૪ માળની બિલ્ડિંગમાં ત્રીજા માળે હવા ખાવા ગયો. બેલેન્સ ગુમાવતા નીચે પટકાતા ગંભીર ઇજા થવાથી ૧૦૮ ના સ્ટાફે જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતા કુવાડવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો. તપાસ…

Read More

વંદનાબેન પટેલ (ચૌધરી) ને રાજય કક્ષા ના એન.એસ.એસ.એવોર્ડથી સન્માનિત કરાયા

હિન્દ ન્યૂઝ, થરાદ, થરાદ તાલુકા ના સણાવીયા ગામના વતની અને હાલ કડી ખાતે રહી પાટણ માં વર્ષ ૨૦૧૫-૧૯ દરમિયાન સરકારી ઇજનેરી કોલેજ માં કોમ્પ્યુટર એન્જીનીયર માં અભ્યાસ દરમિયાન કું.વંદનાબેન ગણેશભાઈ પટેલ (ચૌધરી) એ અભ્યાસ ની સાથે સાથે એન.એસ.એસ. માં જોડાઈ રાજય અને રાષ્ટ્રીય લેવલે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ જેમને રાજય કક્ષા ના સર્વોચ્ચતમ એન.એસ.એસ. એવોર્ડ ૨૦૧૮-૧૯ માટે પસંદગી કરવામાં આવી હતી. જેના નેજા હેઠળ આ એવોર્ડ ઉચ્ચ શિક્ષણ કમિશ્નર કચેરી ગાંધીનગર ડાયરેકટર અને આઈ એ એસ અધિકારી એમ.નાગરાજનના વરદ હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. કું.વંદનાબેન પટેલ (ચૌધરી) રાજય કક્ષા…

Read More

દિયોદર ખાતે છેલ્લા સાત મહિના થી રોજગાર ધંધા બંધ પરિવાર નું ગુજરાન કઈ રીતે ચલાવવું એ સંદર્ભે લગ્ન મંડપ એસોસિએશન ની બેઠક યોજાઈ

હિન્દ ન્યૂઝ, દિયોદર     રાજ્ય માં કોરોના વાઇરસ ની ગંભીર મહામારી વચ્ચે લોકડાઉન અમલ માં મુકવામાં આવ્યું હતું. જેમાં ધીમેધીમે હવે સરકાર ની ગ્રાઇડ લાઇન મુજબ તમામ ધંધા રોજગાર શરૂ થયા છે. પરંતુ લગ્ન પ્રસંગ માં 100 ઉપરાંત લોકો ને ભેગા થવાની શૂટ ના હોવાથી છેલ્લા સાત મહિના થી લગ્ન મંડપ ના વેપાર ધંધા બંધ હોવાથી હજારો કામદારો ને પોતાનો પરિવાર નું ગુજરાન ચલાવવા મુશ્કેલી વેઠવી પડી રહી છે, ત્યારે આજે દિયોદર જી આઈ ડી સી ખાતે મંડપ એસોસિએશન ની એક મહત્વ ની બેઠક મળી હતી. જેમાં આ બેઠક…

Read More

વાવના માર્કેટયાર્ડમાં પાકોના બગાડ અટકાવવા માટેનો સેમિનાર યોજાયો

હિન્દ ન્યૂઝ, બનાસકાંઠા     વાવ માર્કેટયાર્ડમાં બાગાયત અને ખેતીવાડી વિભાગ દ્વારા સાત પગલાં ખેડૂત કલ્યાણ અંતર્ગત ફળ અને શાકભાજી પાકોના બગાડ અટકાવવા માટેનો સેમિનાર યોજાયો હતો. કાર્યક્રમમાં બનાસકાંઠા સાંસદ પરબત પટલેના હસ્તે નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી પુરી પાડવા તથા સ્માર્ટ હેન્ડલૂમ કીટ તથા કાંટાળી વાડની યોજનાનું લોકાર્પણ કરાયું. કાર્યક્રમમાં સાંસદ પરબત પટેલ સહિત કોંગ્રેસના ધારાસભ્યો સહિત ખેડૂતો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ

Read More

રાજય સરકારની સાત પગલાં ખેડૂત કલ્યાણના અંતર્ગત વધુ ત્રણ યોજનાનો અરવલ્લી જિલ્લામાં પ્રારંભ કરાવતા -કલેકટર અમૃતેશ ઔરંગાબાદકર

હિન્દ ન્યૂઝ, અરવલ્લી, અરવલ્લી ખાતે ફળ, શાકભાજીના વિક્રેતાઓને વિના મૂલ્યે છત્રી, સીમાંત ખેડૂતો- ખેત મજૂરોને સ્માર્ટ હેન્ડ ટૂલ્સ કીટ અને ખેડૂતોને કાંટાળી તારની વાડ બનાવવા લાભાર્થી ખેડૂતોને મંજૂરી પત્રો -હુકમોનુ વિતરણ કરવામાં આવ્યુ. રાજય સરકારની સાત પગલાં ખેડૂત કલ્યાણના અંતર્ગત વધુ ત્રણ યોજનાઓ સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટસ, કાંટાળી વાડ, ફળ અને શાકભાજી પાકોના બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી આપવાની યોજનાનો અરવલ્લી જિલ્લામાં મેઘરજ પી. સી. એન હાઇસ્કૂલ ખાતેથી જિલ્લા કલેકટર અમૃતેશ ઔંગાબાદકરના અધ્યક્ષ સ્થાને પ્રારંભ કરવામાં આવ્યો હતો. યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા સમાહર્તા અમૃતેશ ઔરંગાબાદકરે ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે…

Read More

જોડિયા તાલુકાના વાવડી ગામ ખાતે તમામ દુકાનદારો તેમજ મંદિર ના પુજારીઓ નો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા

હિન્દ ન્યૂઝ, હડિયાણા, આજ રોજ જોડિયા તાલુકાના વાવડી ગ્રામ પંચાયતના સરપંચ ભવેશભાઈ મકવાણા ની આગેવાની હેઠળ આરોગ્ય ની ટીમ ના આણદા ગામના સબ સેન્ટર ના CHO લાલજીભાઈ જૂથર અને MPHW ગોસ્વામી ભવેશભાઈ દ્વારા વાવડી ગામના તમામ દુકાનદારો તેમજ મંદિર ના પુજારી અને અન્ય ગ્રામજનો ટોટલ 30 જેટલા વ્યક્તિ ઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા. આ ટેસ્ટ કરતા બધા ના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. અને ગામ ના લોકોને સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરીને આરોગ્ય શિક્ષણ આપ્યું હતું. અને હવે પછી ના દિવસો માં ફરી એકવાર તમામ રીક્ષા ચાલકો ને તેમજ બહાર ગામ…

Read More

વડોદરામાં 144ની કલમ લાગુ કરાઈ

હિન્દ ન્યૂઝ, વડોદરા, પોલીસ કમિશનર આર બી બ્રહ્મભટ્ટએ જાહેરનામું બહાર પાડી કલમ લાગુ કરી. 27 સપ્ટેમ્બરથી 11 ઓક્ટોબર સુધી લાગી રહેશે 144 કલમ સભા, રેલી, સરઘસ પર લગાવ્યો પ્રતિબંધ 4 કરતા વધુ વ્યક્તિ નહિ થઈ શકે ભેગા કોરોનાના કેસ વધતા પોલીસ કમિશનરે લીધો નિર્ણય. રિપોર્ટર : કમલેશ ત્રિવેદી, વડોદરા

Read More

રાજકોટ પંડિત દીનદયાળ હોસ્પિટલ ખાતે દાખલ દર્દીઓની કિમતી વસ્તુઓ તેમના સગાંને પરત આપી કોરોના વોર્ડના આરોગ્ય કર્મચારીઓ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડી રહ્યા છે

હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૨૬/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર નાગરિક ધૃવ પટેલના દાદીમાને કોરોના થવાથી પંડિત દીનદયાળ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરાયા હતા. અચાનક આવી પડેલી આ આપત્તિને લીધે ધૃવભાઇનો પરિવાર હતપ્રભ થઇ ગયો હતો. ઉતાવળમાં દાદીમાનો ડીસ્ચાર્જ લેતી વખતે દાદીમાની અણમોલ નિશાની સમી સોનાની ૨ તોલાની ૪ બંગડી તેમના કુટુંબીજનો હોસ્પિટલ ખાતે જ ભુલી ગયા હતા. ૧ લાખ રૂપિયાથી વધુ કિમતની આ જણસ પરત લેવા માટે તેમના સ્વજનોને હોસ્પિટલના નર્સિંગ વિભાગમાંથી બે થી ત્રણ વાર ફોન કરવામાં આવ્યા હતા. આ બાબતે ધૃવ પટેલે હોસ્પિટલના સમગ્ર સ્ટાફનો ખરા હ્રદયથી આભાર…

Read More