હિન્દ ન્યૂઝ, અરવલ્લી,
અરવલ્લી ખાતે ફળ, શાકભાજીના વિક્રેતાઓને વિના મૂલ્યે છત્રી, સીમાંત ખેડૂતો- ખેત મજૂરોને સ્માર્ટ હેન્ડ ટૂલ્સ કીટ અને ખેડૂતોને કાંટાળી તારની વાડ બનાવવા લાભાર્થી ખેડૂતોને મંજૂરી પત્રો -હુકમોનુ વિતરણ કરવામાં આવ્યુ. રાજય સરકારની સાત પગલાં ખેડૂત કલ્યાણના અંતર્ગત વધુ ત્રણ યોજનાઓ સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટસ, કાંટાળી વાડ, ફળ અને શાકભાજી પાકોના બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી આપવાની યોજનાનો અરવલ્લી જિલ્લામાં મેઘરજ પી. સી. એન હાઇસ્કૂલ ખાતેથી જિલ્લા કલેકટર અમૃતેશ ઔંગાબાદકરના અધ્યક્ષ સ્થાને પ્રારંભ કરવામાં આવ્યો હતો.
યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા સમાહર્તા અમૃતેશ ઔરંગાબાદકરે ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે આવનારા સમયમાં ખેડૂતોને ખેતીને નુકશાન ન થાય ઉભા પાકનુ ભેલાણ અટકાવવા અને ફળ અને શાકભાજી પાકોના બગાડ અટકાવવા માટે ત્રણ યોજનાઓ સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટસ, કાંટાળી વાડ, ફળ અને શાકભાજી પાકોના બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી આપવાની યોજના અમલમાં મુકી છે જેનાથી ખેડૂતો આર્થિક લાભ લઇ પાોતાના પગ ભર રહેશે. વધુમાં જંતુનાશક દવાઓ યુક્ત ખેતપેદાશ, પૌષ્ટીક આહાર, જમીન અને પર્યાવરણ સુધારણા જેવા અભિગમો સામે પ્રાકૃતિક ખેતી ઉત્તમ વિકલ્પ છે. જેથી રાજય સરકાર દ્વારા સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે ખેડૂતોના કલ્યાણના સાત ક્રાંતિકારી નિર્ણય કર્યો છે તો આ યોજનાનો લાભ લેવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો.આ પ્રસંગે કલેકટર તથા મહાનુભાવોના હસ્તે લાભાર્થી ખેડૂતોને મંજૂરી પત્રો -હુકમોનુ વિતરણ કરવામાં આવ્યુ. આ કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસના નિયામક ડી.બી દાવેરા, નાયબ ખેતી નિયામક જે.બી ઉપાધ્યા, મેઘરજ અને મોડાસા ખેતીવાડી ઉ.બજાર સમિતિના ચેરમેનઓ, જિલ્લા અગ્રણી રણવીરસિંહ ડાભી, પી.સી.બરંડા, જિલ્લા ખેતીવાડી અધિકારી જગદિશ પટેલ, નાયબ બાગાયત નિયામક કરપટયા સહિત ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : મુકેશ પ્રજાપતિ, અરવલ્લી