હિન્દ ન્યુઝ, મોરબી
મોરબી જીલ્લા ખાતે તા.૦૩/૧૨/૨૦૨૧ ના સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે વિશ્વ દિવ્યાંગ દિનની ઉજવણી કરવામાં આવી જેમાં ડૉ. સર્ટિ તેમજ UDID કેમ્પ અને દિવ્યાંગ મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન તેમજ ઇ-શ્રમ કાર્ડ કઢાવવા માટેનો વિવિધ વિભાગો સાથે સંકલનમાં રહી મેગા કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું આ પ્રસંગે મતદાર નોધણી અધિકારી, ૬૫ મોરબી વિધાનસભા મતવિસ્તાર અને પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, મદદનીશ મતદાર નોધણી અધિકારી ૬૫ મોરબી વિધાનસભા મતવિસ્તાર અને મામલતદાર ગ્રામ્યના ડી.જે. જાડેજા, જિલ્લા શિક્ષણ અધિકારી અને સ્વીપ (SVEEP) નોડલ બી.એમ. સોલંકી, સિવિલ હોસ્પિટલ મોરબીના અધિક્ષક દૂધરેજીયા, આસિસ્ટન્ટ કમિશ્નર ઓફ લેબર ડી.જે. મહેતા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અનીલાબેન પીપલીયા, મોરબી જિલ્લાના સ્પેશિયલ શિક્ષકો, તેમજ બહોળી સંખ્યામાં દિવ્યાંગજનો ઉપસ્થિત રહ્યા હતા.