રાજકોટ શહેર ખાતે મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા ટીપર વાનમાં અને જાહેર માર્ગો પર બાયોમેડીકલ વેસ્ટ નાખવા બદલ બે કોવિડ હોસ્પિટલને ૧૦ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો

રાજકોટ શહેર ખાતે મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા ટીપર વાનમાં અને જાહેર માર્ગો પર બાયોમેડીકલ વેસ્ટ નાખવા બદલ બે કોવિડ હોસ્પિટલને ૧૦ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો

રાજકોટ, તા.૪/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં ઢેબર રોડ પર આવેલ સૌરાષ્ટ્ર કોવિડ હોસ્પિટલ અને યાજ્ઞિક રોડ પર આવેલ ઓરેન્જ કોવિડ હોસ્પિટલ દ્વારા ટીપર વાનમાં અને જાહેર માર્ગો પર બાયોમેડીકલ વેસ્ટ નાખવામાં આવ્યો હતો. રાજકોટ મહાનગરપાલિકા સોલીડ વેસ્ટ મેનેજેમેન્ટ શાખા દ્વારા કડક કાર્યવાહીના પગલે બંને હોસ્પિટલ પાસેથી રૂ.૧૦,૦૦૦ નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. રાજકોટ મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના નાયબ પર્યાવરણ ઇજનેર વલ્લભભાઈ જીંજાળા, આસી.પર્યાવરણ ઈજનેર ખેવના વકાણી, સેનિટેશન ઓફિસર કેતનભાઈ ગોન્ડલીયા, સેનેટરી સબ.ઇન્સ્પેકટર નીલેશભાઈ વાજા દ્વારા કામગીરી કરવામાં આવી હતી. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

રાજકોટ શહેર ખાતે ભાજપમાં ભંગાણ, કમલેશ મિરાણીએ કહ્યું ટિકિટની લાલચે દક્ષાબેન કોંગ્રેસમાં જોડાયા

રાજકોટ શહેર ખાતે ભાજપમાં ભંગાણ, કમલેશ મિરાણીએ કહ્યું ટિકિટની લાલચે દક્ષાબેન કોંગ્રેસમાં જોડાયા

રાજકોટ, તા.૪/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં હાર્દિક પટેલની અધ્યક્ષતામાં વોર્ડનં.૫ ના ભાજપના મહિલા કોર્પોરેટર દક્ષાબેન ભેંસાણિયા કોંગ્રેસમાં જોડાયા હતા. રાજકોટ માર્કેટીંગયાર્ડના વેપારી આગેવાન અને કમિશન એજન્ટ એસોસિએશનના પ્રમુખ અતુલ કામાણી કોંગ્રેસમાં જોડાયા છે. અતુલ કમાણીએ રાજકોટ યાર્ડમાં મચ્છરોને લઈને આંદોલન કર્યું હતું. A.B.V.P અને યુવા ભાજપના ૨૦ જેટલા હોદ્દેદારો પણ કોંગ્રેસમાં જોડાયા છે. ચાંદનીબેન લીંબાસીયા સામાજિક મહિલા આગેવાન કે જેઓ રાજકોટમાં N.G.O ચલાવી રહ્યા છે. તેઓ પણ કોંગ્રેસમાં જોડાયા છે. રાજકોટના ભાજપ શહેર પ્રમુખ કમલેશ મિરાણીએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે દક્ષાબેનનું કોંગ્રેસમાં જોડાવવાનું અપેક્ષિત હતું. કોર્પોરેટરના પતિ પાર્ટી…

Read More

પીલુડા ગામની સીમમાંથી સ્વીફટ ડિઝાયર ગાડીમાંથી રૂ ૧,૧૨,૪૦૦/- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી થરાદ પોલીસ

પીલુડા ગામની સીમમાંથી સ્વીફટ ડિઝાયર ગાડીમાંથી રૂ ૧,૧૨,૪૦૦/- નો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી થરાદ પોલીસ

થરાદ, બોર્ડર રેન્જ આઇ.જી.પી. જે.આર.મોથલીયા તથા પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલ નાઓની જીલ્લામા દારૂની પ્રવૃતિ સંપુર્ણ પણે નેસ્ત નાબુદ કરવા આપેલ સુચના મુજબ તથા વિભાગીય પોલીસ અધિક્ષક એસ.કે.વાળા થરાદનાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ થરાદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર જે.બી.ચૌધરી તથા પોલીસ સ્ટાફના અ.હેડ.કોન્સ પ્રભુજી તથા અ.પો.કોન્સ રમેશભાઇ વિગેરે પો.સ્ટાફ ના માણસો સાથે ખોડા આઉટ પોસ્ટ વિસ્તા રમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ હકીકત આધારે સ્વીફટ ડિઝાયર ગાડી નં.GJ-18-BB-2511 ની પકડી પાડી સ્વીફટ ગાડી ચેક કરતા ગાડીમાંથી ભારતીય બનાવટની પરપ્રાંતિય દારૂની બોટલો નંગ- ૧૦૩૨ની કુલ કિ.રૂા.૧,૧૨,૪૦૦/- નો દારૂ તથા સ્વીફટ ગાડીની કિ.રૂા.૫,૦૦,૦૦૦/- તથા મોબાઇલ…

Read More

જામનગરમાં સંજીવની રથનો પ્રારંભ, જામનગરના લોકોને મળશે ૨૪ કલાક ઘરબેઠા આરોગ્ય સુવિધાઓ

જામનગરમાં સંજીવની રથનો પ્રારંભ, જામનગરના લોકોને મળશે ૨૪ કલાક ઘરબેઠા આરોગ્ય સુવિધાઓ

જામનગર, હિન્દ ન્યૂઝ જામનગર તા.૦૪ સપ્ટેમ્બર, જામનગર શહેરમાં કોરોના સંક્રમણ સામે તંત્ર દ્વારા જાણે પૂરજોશમાં લડત લડવામાં આવી રહી છે. જામનગર શહેરના હોમઆઇસોલેશનમાં રહેલ દર્દીઓ માટે મહાનગરપાલિકા દ્વારા આજે સ્પેશ્યલ ચેક અપ માટેની રિક્ષાઓને આજે સવારે લીલી ઝંડી આપી વિવિધ વોર્ડમાં કાર્યરત કરવામાં આવી છે, જેના દ્વારા જે દર્દીઓ એસિમ્પ્ટોમેટિક છે અને હોમઆઇસોલેશનમાં રહેલા છે તેમના રેગ્યુલર ચેકઅપ કરી તેમના આરોગ્યની સતત દરકાર લેવામાં આવશે. તો હાલમાં જ જામનગરમાં ૭ સંજીવની રથનો શુભારંભ સ્ટેંડીંગ કમિટી ચેરમેનશ્રી સુભાષભાઇ જોષી, શાશક પક્ષના નેતા દિવ્યેશભાઇ અકબરી, કમિશ્નર સતિષ પટેલ અને ચીફ ફાયર ઓફિસરશ્રી…

Read More

દ. ગુજરાત સુરત ની સૌથી મોટી સુમુલ ડેરીની ચૂંટણીનું પરિણામ જાહેર, જાણો પ્રમુખ- ઉપપ્રમુખ તરીકે કોણ ચૂંટાયું?

દ. ગુજરાત સુરત ની સૌથી મોટી સુમુલ ડેરીની ચૂંટણીનું પરિણામ જાહેર, જાણો પ્રમુખ- ઉપપ્રમુખ તરીકે કોણ ચૂંટાયું?

સુરત, દક્ષિણ ગુજરાત સુરત ની સૌથી મોટી ડેરી સુમુલ ડેરીમાં પ્રમુખ માનસીંગભાઇ પટેલ અને ઉપપ્રમુખ રાજુભાઈ પટેલના નામની જાહેરાત કરાઈ છે. આ પહેલા દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સરકારી મંડળીના 4500 કરોડનો વહીવટ સંભાળવા માટે ડેરીની 16 બેઠકોમાંથી 14 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી, જેમાં કોઈ એક પક્ષને બહુમતી મળી ન હતી. જેમાં સત્તાધારી પેનલને 8 અને સહકાર પેનલની 8 બેઠકો પર જીત થઈ છે. સુમુલ ડેરીના આ ઈલેક્શનમાં ભાજપ વર્સિસ ભાજપનો જંગ હતો. દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ડેરી સુમુલ ડેરીમાં વર્ચસ્વની લડાઈ લાંબા સમયથી ચાલી રહી હતી જેનો આજે અંત…

Read More

ઢૂવા ગામના રહેવાસી કાળુભાઈ કે. પાચિયા એ બચાવ્યો ગાય નો જીવ

ઢૂવા ગામના રહેવાસી કાળુભાઈ કે. પાચિયા એ બચાવ્યો ગાય નો જીવ

મોરબી, તા. 01-09-2020 નાં રોજ વાંકાનેર થી મોરબી જતા હાઈવે પર ઢુવા ચોકડી ઓવરબ્રિજ ઉપર અજાણ્યા વાહન ચાલકે ગાયને અડફેટે માં લઈ લીધી હતી. આ અબોલા જીવ ને આમ જ રોડ પર પછાળીને વાહન ચાલક ત્યાંથી પલાયન થઈ ગયો હતો. પરંતુ અનાયસે ઢુવા ચોકડી પર પસાર થતા ગૌરક્ષક કાળુભાઈ કે. પાચિયા જેઓ રાષ્ટ્રીય સનાતન સંઘ (RSS) મોરબી પ્રભારી, નરેન્દ્ર મોદી વિચાર મંચ આઇ.ટી.સેલનાં મોરબી જીલ્લા અધ્યક્ષ એ સ્થળ પર જ મૉરબી જિલ્લાનાં ગૌશાળા માં ફૉન કરી આ ગાયને તાત્કાલિક ધોરણે સારવાર મળી રહે તે માટે ગાડી બોલાવી આ મૂંગા પ્રાણીનો…

Read More

જેતપુર શહેરના નવાગઢનો ૧૨ વર્ષીય બાળક ભાદર નદીમાં ડૂબ્યો

જેતપુર શહેરના નવાગઢનો ૧૨ વર્ષીય બાળક ભાદર નદીમાં ડૂબ્યો

જેતપુર, આજ રોજ જેતપુર શહેરના નવાગઢ વિસ્તારમાં રહેતા શબ્બીરભાઈ પરમારનો ૧૨ વર્ષનો દીકરો અરમાન આજે બપોરે પોતાના ત્રણેક મિત્રો સાથે ભાદર નદીમાં નહાવા ગયો હતો. ત્યારે ચારેક વાગ્યાના સુમારે ભાદર નદીના પાણીમાં લાપતા બન્યો હતો.ઘટનાની જાણ થતા જેતપુરના ચીફ ઓફિસર તેમજ મામલતદાર વિજય એમ. કારિયા ઘટના સ્થળે પહોંચ્યા હતા તેમજ નગરપાલિકાના તરવૈયાઓ દ્વારા બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર : અમૃત સિંગલ, જેતપુર

Read More

બાગાયત ખાતા દ્વારા ફળ-ફુલ, શાકભાજી પાકોનું છુટક વેચાણ કરતા વિક્રેતાઓએ સાધન સહાય મેળવવા માટે અરજી કરવી

બાગાયત ખાતા દ્વારા ફળ-ફુલ, શાકભાજી પાકોનું છુટક વેચાણ કરતા વિક્રેતાઓએ સાધન સહાય મેળવવા માટે અરજી કરવી

ગીર-સોમનાથ, ગીર-સોમનાથ તા. -૦૪, ગીર સોમનાથ જિલ્લામાં વસતા બાબગાયતકારો અને બાગાયત અને ફળ-ફુલ, શાકભાજીનાં પાકોનું રોડ સાઇડવેચાણ પાથરણાં કે લારીથી કરતા વિક્રેતાઓને સાધન સહાય મેળવવા માટે બાગાયત ખાતા દ્વારા આઈ ખેડુત પોર્ટલ તા. ૧૫-૯-૨૦૨૦ સુધી ખુલ્લુ મુકવામાં આવેલ છે. આ યોજનાનો લાભ લેવા ઈચ્છુક બાગાયતકારોએ www.ikhedut.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. જેમાં શહેરી વિસ્તાર માટે ‘ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશન’ દ્વારા ઈસ્યુ કરાયેલ નાશવંત કૃષિ પેદાશોનું છુટકમાં વહેચાણ કરતા હોવાનું ઓળખકાર્ડ જમા કરાવવુ ફરજીયાત છે. તથા ગ્રામકક્ષાએ જે તે સેજા હેઠળનાં ગ્રામસેવક દ્વારા ગામમાં/ગામની સીમમાં /ગામની નજીકનાં રોડ સાઇડ ઉપર શાકભાજીનું…

Read More

ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા લોકોને ઘર આંગણે સુધી આરોગ્યલક્ષી સારવારનો લાભ

ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા લોકોને ઘર આંગણે સુધી આરોગ્યલક્ષી સારવારનો લાભ

વેરાવળ, તા. -૦૪, રાજ્ય સરકાર દ્વારા ૧૫ મી – મે થી શરૂ કરવામાં આવેલા ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા રાજ્યનાં કોવીડ-૧૯ ઈફેક્ટીવ કન્ટેન્ટમેન્ટ ઝોન અને આજુબાજુ વસવાટ કરતાં નાગરિકોને આરોગ્યલક્ષી સારવાર અપાઇ રહી છે. ધન્વંતરી આરોગ્યરથ અભિયાન દરમિયાન તાવ, ઉધરસ, શરદી જેવી નાની-મોટી બીમારી માટે ઓ.પી.ડી તેમજ ડાયાબિટીસ અને બ્લડપ્રેસર ચેક કરવામાં આવે છે અને જરૂરતમંદોને દવાઓ પણ વિનામૂલ્યે રથના માધ્યમ દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. આ રથમાં ઓ.પી.ડી. માટે ડોક્ટર, પેરામેડિકલ સ્ટાફ, આયુર્વેદ તબીબ સહિત અન્ય કર્મચારીઓ પણ સેવાઓ પૂરી પાડી રહ્યા છે. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય…

Read More

ઇણાજ ખાતે મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદાન મથકોનું પુનર્ગઠન કરવા બેઠક યોજાઇ

ઇણાજ ખાતે મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદાન મથકોનું પુનર્ગઠન કરવા બેઠક યોજાઇ

ગીર-સોમનાથ, ગીર-સોમનાથ ખાતે તા. -૦૪, જિલ્લા સેવાસદન, ઇણાજ ખાતે મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેકટર અજયપ્રકાશના અધ્યક્ષ સ્થાને મતદાન મથકોનું પુનર્ગઠન કરવા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ગીર-સોમનાથ જિલ્લામાં મતદાન મથકોનું પુનર્ગઠન કરવા અંગે ૯૦-સોમનાથ, ૯૧-તાલાળા, ૯૨ કોડીનાર (અ.જા.) અને ૯૩-ઉના વિધાનસભા મતવિભાગના ચૂંટણી અધિકારીઓ દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરને પ્રાથમિક દરખાસ્ત અન્વયે રાજકીય પક્ષોના પ્રતિનિધીઓ સાથે વિગતવાર મતદાન મથકોના પુનર્ગઠન વિશે ચર્ચા કરવામાં આવી હતી અને રાજકીય પક્ષો તરફથી મતદાન મથક સબંધિત સલાહ-સુચનોને આવકારવામાં આવ્યા હતા. તેમજ રાજકીય પક્ષોને મતદારો વધુને વધુ ઓનલાઇન NVSP અને VOTER HELP LINE…

Read More