દ. ગુજરાત સુરત ની સૌથી મોટી સુમુલ ડેરીની ચૂંટણીનું પરિણામ જાહેર, જાણો પ્રમુખ- ઉપપ્રમુખ તરીકે કોણ ચૂંટાયું?

સુરત,

દક્ષિણ ગુજરાત સુરત ની સૌથી મોટી ડેરી સુમુલ ડેરીમાં પ્રમુખ માનસીંગભાઇ પટેલ અને ઉપપ્રમુખ રાજુભાઈ પટેલના નામની જાહેરાત કરાઈ છે. આ પહેલા દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સરકારી મંડળીના 4500 કરોડનો વહીવટ સંભાળવા માટે ડેરીની 16 બેઠકોમાંથી 14 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી, જેમાં કોઈ એક પક્ષને બહુમતી મળી ન હતી.

જેમાં સત્તાધારી પેનલને 8 અને સહકાર પેનલની 8 બેઠકો પર જીત થઈ છે. સુમુલ ડેરીના આ ઈલેક્શનમાં ભાજપ વર્સિસ ભાજપનો જંગ હતો. દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ડેરી સુમુલ ડેરીમાં વર્ચસ્વની લડાઈ લાંબા સમયથી ચાલી રહી હતી જેનો આજે અંત આવ્યો છે.

રિપોર્ટર : રિયાઝ મેમણ, સુરત

Related posts

Leave a Comment