હિન્દ ન્યુઝ, ભુજ
આજરોજ ૧૨.૦૦ કલાકે ટાઉનહોલ ભૂજ ખાતે વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ની કામગીરીના ભાગરૂપે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર દિલીપ રાણાની ઉપસ્થિતિમાં માઈક્રો ઓબ્ઝર્વર્સની જિલ્લાકક્ષાની તાલીમ યોજાઈ હતી. આ તાલીમનું આયોજન નોડલ ઓફિસર માઈક્રો ઓબ્ઝર્વર્સ અને આયોજન અધિકારી જે.કે.ચાવડા દ્વારા કરવામાં આવ્યું હતું.
આ તાલીમમાં ચૂંટણી દરમિયાન મતદાન મથક ખાતેની કામગીરી, ૮૦+ વર્ષથી વધુ વયના મતદારો, દિવ્યાંગજનો વગેરેને ઘરે જઈને કેવી રીતે બેલેટ પેપરની મદદથી મતદાન કરાવવું તેના વિશેની પ્રક્રિયાથી માહિતીગાર કરવામાં આવ્યા હતા. કુલ ૯૪ અધિકારીઓ, કર્મચારીઓ આ તાલીમમાં જોડાયા હતા.