દિયોદર ના જોશીડાવાસ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, દિયોદર દિયોદર તાલુકા ના રાટીલા જિલ્લા પંચાયત ની સીટ પર આજરોજ જોશીડાવાસ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. નરેન્દ્ર મોદી ના જન્મ દિવસ નિમિત્તે આ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ વૃક્ષો વાવી આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત ના સદસ્ય હસમુખભાઈ પટેલ, સીટ ના ઇન્ચાર્જ ઈશ્વરભાઈ પટેલ, શક્તિ પીઠ પ્રમુખ બાબુભાઇ માળી તથા મૂળરાજસિંહ વાઘેલા વગેરે ભાજપ ના કાર્યકરો મોટી સંખ્યા માં હાજર રહા હતા અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો. રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Read More

દિયોદર તાલુકા રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ દ્વારા આયુર્વેદિક ઉકાળા નું વિતરણ

હિન્દ ન્યુઝ, દિયોદર સેવા સપ્તાહ અંતગ્રત વર્તમાન સમય માં કોરોના વાઇરસ ની મહામારી વચ્ચે દિયોદર તાલુકા રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ દ્વારા આજરોજ દિયોદર, દેલવાડા, લુદરા, સુરાણા, જાડા, ચગવાડા જેવા અનેક ગામો માં આયુર્વેદિક ઉકાળો તેમજ હોમીઓપેથીક દવાનું સ્વંય સેવકો દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં તમામ સ્વંય સેવકો મોટી સંખ્યા માં જોડાયા હતા. રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Read More

સરકારી કર્મચારીઓએ વર્કપ્લેસ ખાતે કોવીડ-૧૯ બાબતે રાખવાની સાવધાનીનું ચુસ્ત પાલન કરવા કલેક્ટરની સૂચના

હિન્દ ન્યૂઝ, દાહોદ, તા. ૧૯, દાહોદમાં છેલ્લા દસેક દિવસમાં કોરોનાના કેસોમાં સરકારી કર્મચારીઓ પણ સંક્રમિત થયા હોય કોવીડ-૧૯ સંદર્ભે ઓફિસ-કાર્યક્ષેત્ર ખાતે સરકારની માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવા કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે, દરેક સરકારી કચેરી ખાતે કોરોના સંક્રમણને ટાળવા માટે એક નોડલ ઓફીસરની નિમણુંક કરવાની રહેશે જેઓએ આ જવાબદારી સુપેરે નિભાવવાની રહેશે. કચેરીના પ્રવેશદ્વાર પર ફરજીયાત સેનેટાઇઝરથી હાથ સાફ કરવા અને થર્મલગનથી શરીરનું તાપમાન માપવું અને પલ્સઓક્સીમીટર પણ સાથે રાખવું. ફક્ત ચિન્હો વગરના એટલે કે તાવ, શરદી, ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ ના હોય તેવા કર્મચારીઓ-મુલાકાતીઓને જ પ્રવેશ આપવો.…

Read More

થરાદ ડીસા હાઈવે પર સર્જાયેલ અકસ્માતમાં બે રાહદારીઓને થઈ ગંભીર ઈજા

હિન્દ ન્યૂઝ, થરાદ, અકસ્માત સર્જાવાના બનાવોનો સિલસિલો અકબંધ રહેતા અકસ્માતના બનાવો રોજબરોજ વધી રહ્યા હોઈ થરાદમાં વધુ એક અકસ્માતનો બનાવ બન્યો છે, ત્યારે થરાદ ડીસા હાઈવે પર અકસ્માત સર્જાયો હતો, જેમાં પિકઅપ ડાલાએ બે રાહદારીઓને ટક્કર મારતા રાહદારીઓને ગંભીર રીતે ઈજાઓ પહોંચતા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે થરાદની સરકારી રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા છે. થરાદ તાલુકાના મોટીપાવડ ગામના બે ઈસમોને પીકઅપ ડાલાએ ટક્કર મારતા બે રાહદારીઓ ઈજાગ્રસ્ત થતાં તેઓને ૧૦૮ મારફતે હોસ્પિટલમાં ખસેડી સારવાર કરાઈ હતી. રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ

Read More

પંચમહાલ જિલ્લામાં વધુ ૬૦ વિસ્તારો કલસ્ટરમુક્ત જાહેર કરાયા…..

હિન્દ ન્યૂઝ, પંચમહાલ, પંચમહાલ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એલ.બી બાંભણિયા (જી.એ.એસ.) દ્વારા ધ ગુજરાત એપિડેમિક ડિસીઝ કોવિડ-૧૯ રેગ્યુલેશન્સ, ૨૦૨૦ની કલમ-૧૧ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૫ની કલમ-૩૦ અને ૩૪ હેઠળ મળેલા અધિકારની રૂએ જિલ્લાના ક્લસ્ટર કન્ટેઈન્મેન્ટ એરિયા તરીકે જાહેર કરેલ વિસ્તારો પૈકી વધુ ૬૦ વિસ્તારોને ક્લસ્ટરમુક્ત જાહેર કરતો હુકમ કરવામાં આવ્યો છે. મુક્ત કરાયેલ વિસ્તારોમાં ગોધરા નગરપાલિકામાં સમાવિષ્ટ ઇન્દ્રલોક સોસાયટી (બામરોલી રોડ), મકનકૂવા, ચક્રધારી સોસાયટી (ભુરાવાવ), સબજેલ પાસેનો વિસ્તાર, શ્રીજીનગર (બામરોલી રોડ), કૃષ્ણનગર-૪, મારુતિનગર સોસાયટી, ઝૂલેલાલ સોસાયટી-૪, મહાવીરનગર-૪નો વિસ્તાર, રાધાકૃષ્ણ નગર, સૈફી મસ્જિદ, સૈયદ વાડા, સાંઇવાડા જૈન દેરાસર, ઝૂલેલાલ સોસાયટી ૮ (બી)…

Read More

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોડીનારના વિદ્યાર્થીઓ જોડાયેલા હોવાથી તેમને પરીક્ષા આપવા માટે દૂરના કેન્દ્રમાં જવું નહી પડે

હિન્દ ન્યૂઝ, કોડીનાર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પીજીની પરીક્ષાઓના ત્રણ તબક્કા સારી રીતે પૂરા કર્યા બાદ ચોથા તબક્કામાં બી.એ. અને બી.કોમ સહિતની ફેકલ્ટીઓના ચોથા સેમેસ્ટરના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ રહી છે. જુનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કાર્યક્ષેત્ર નીચે આવે છે. પરંતુ તેની બોર્ડર પર આવેલા જેતપુર, ધોરાજી, કાલાવડ, કોડીનાર, વેરાવળ સહિતના ગામોના વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જોડાયેલા હોવાથી તેમને પરીક્ષા આપવા માટે દૂરના કેન્દ્રમાં ન જવું પડે તેવા આશયથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સત્તાવાળાઓ સાથે ચર્ચા-વિચારણા કરી જૂનાગઢમાં પણ પરીક્ષા કેન્દ્ર આપ્યું છે. સોમવારથી શરૂ થતી પરીક્ષામાં…

Read More

મહિલાઓના ૧૧ સ્વસહાય જૂથને રૂા. ૧૧ લાખ ધિરાણના મંજુરી પત્રોનું વિતરણ કરાયું

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ તા. -૧૮, રાજ્ય સરકાર દ્રારા મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્રારા ઈ-લોન્ચીંગ કાર્યક્રમ નગરપાલિકા યોગા સેન્ટર, ઉના ખાતે યોજાયો હતો. જેમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મહિલાઓના ૧૧ સ્વસહાય જૂથને રૂા. ૧૧ લાખ ધિરાણના મંજુરી પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે તાલુકા પંચાયત પ્રમુખ વીરાભાઇ સોલંકીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૦મા જન્મદિવસની શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે, સરકારે આજે જે યોજનાનું લોકાર્પણ કર્યું છે, તે યોજનાનો વધુમાં વધુ બહેનો જુથ બનાવી લાભ લઈ સ્વાવલંબી બનવા માટે કહ્યું હતું. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનામા ૧૦ બહેનોનું સ્વસહાય જુથ…

Read More

ગીરગઢડા આઈ.ટી.આઈ.માં પ્રવેશ સત્રમાં ખાલી રહેલ બેઠકો ભરવામાં આવશે

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ તા. -૧૮, રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની રાજ્યની સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા ગીરગઢડામાં કેટલાક વ્યવસાયોમાં પ્રવેશ સત્ર ઓગસ્ટ-૨૦૨૦માં જુજ બેઠકો ખાલી રહેલ છે. આથી પ્રવેશવાંચ્છુ ઉમેદવારોએ સંસ્થા ખાતેથી તેમજ ઈન્ટનેટના માધ્યમથી ઓનલાઈન https://itiadmission.gujarat.gov.in ઉપરથી પ્રવેશ ફોર્મ ભરી તા.૨૫-૦૯-૨૦૨૦ ના સાંજે ૬ કલાક સુધીમાં રૂબરૂ જરૂરી પ્રમાણપત્રો સાથે જમા કરવા ઔધોગિક તાલીમ સંસ્થાના આચાર્યશ્રીની યાદીમાં જણાવાયું છે. રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Read More

દિયોદર ના રૈયા પાસે અજાણી ગાડી ચાલકે બે રાહદારી ને ટક્કર મારતા ઇજા

દિયોદર, દિયોદર ના રૈયા પાસે ગત દિવસે મોડી સાંજે કોઈ અજાણ્યા અલ્ટો ગાડી ચાલકે બે રાહદારીઓ ને ટક્કર મારતા ગંભીર ઇજા પોહચી હતી જેમાં ઇજા ગ્રસ્ત બે ભાઈ ને સારવાર અર્થ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. દિયોદર ના રૈયા ગામે રહેતા મહેશ મનજીભાઈ સુથાર અને વિપુલ ભીખાજી સુથાર ગત મોડી સાંજે ઘરે થી ખેતર તરફ જઈ રહ્યા હતા ત્યારે પાછળ થી કોઈ અજાણ્યા અલ્ટો ગાડી ચાલકે ગફલત ભરી ગાડી હંકારી બે રાહદારીઓ ને ટક્કર મારતા પગ ના ભાગે ગંભીર ઇજા પોહચી હતી. જેમાં ગાડી ચાલક ગાડી લઈ ભાગી ગયો હતો.જેમાં…

Read More

હિન્દી ભાષા માં અપશબ્દ બોલતો ઈસમ સામે કડક પગલાં ભરવા માંગ ઉઠી

હિન્દ ન્યૂઝ, દિયોદર                 ગુજરાત માં નારી મહિલા સલામત છે તેવી વાત વર્તમાન સમય થાય છે પરંતુ આજે બનાસકાંઠા જિલ્લા ના દિયોદર પંથક માં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક ચાર સંતાન ની માતા એ પોલીસ મથક આવી હિન્દી ભાષા માં વાત કરતા એક અજાણ્યા ઈસમ સામે લેખિત માં ફરિયાદ આપી છે દિયોદર પંથક ની એક સોસાયટી માં રહેતી ઉર્મિલા નામ બદલ્યું છે. જે પોતાની બે દીકરી અને દીકરા સાથે ઘરે ઘર કામ કરી રહી હતી ત્યારે કોઈ અજાણ્યા નંબર પર…

Read More