રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કડક અને દંડ વસુલ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે, સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતા પ દુકાનો સીલ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કડક અને દંડ વસુલ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે, સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતા પ દુકાનો સીલ

રાજકોટ, તા.૧૭/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ અને ફરજીયાત માસ્ક અંગેના ભંગ કરતા ધંધાર્થીઓ અને લોકો સામે શહેરના જે સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થાય છે. તેવા સ્થળોએ દંડ અથવા સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે, તેમજ માસ્ક વિના જાહેરમાં ફરતા લોકો સામે પણ દંડ વસુલ કરવાની કામગીરી કરવામાં આવે છે. સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવા બદલ પ દુકાનો સીલ કરવામાં આવી છે. રાજકોટ શહેરમાંથી ફરજીયાત માસ્ક અંગેના ભંગ કરતા ૨૭ આસામીઓ પાસેથી રૂપિયા ૨૭,૦૦૦ નો દંડ વસુલ કરવામાં આવેલ છે. રાજકોટ મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું. જયારે રામાપીર ચોકડી…

Read More

નવાગઢ નગરપાલિકાની દુર્દશા : કારીગરો-મજૂરોને પોતાની રીતે મોબાઈલ ફ્લેશ લાઇટની મદદથી કામ પાર પડાવીને “આત્મનિર્ભર” બનવાની એક તક પુરી પાડી

નવાગઢ નગરપાલિકાની દુર્દશા : કારીગરો-મજૂરોને પોતાની રીતે મોબાઈલ ફ્લેશ લાઇટની મદદથી કામ પાર પડાવીને “આત્મનિર્ભર” બનવાની એક તક પુરી પાડી

હિન્દ ન્યૂઝ, જેતપુર, જેતપુર નવાગઢ નગરપાલિકાની દુર્દશા તો એટલી હદે દયનિય બની છે કે ખુદ નગરપાલિકા ના કામ કાજ માટે પણ શહેરની સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં છે. જો સૂત્રોની માનીએ તો નગરપાલિકા પાસે બંધ લાઈટો ચાલુ કરવા માટે નવી લાઈટો જ સ્ટોકમાં હાજર નથી. કરોડો રૂપિયાના ટેક્ષ ઉઘરાવતી અને ગ્રાન્ટ મેળવતી જેતપુરની નગરપાલિકાની આ હદે સ્થિતિ ખરાબ હોય તો કોઈ પણ માનવા તૈયાર ના થાય. પણ જ્યારે મજૂરો અંધારામાં રોડના સમારકામ મોબાઈલની ફ્લેશ લાઈટોથી કરતા હોય તો જરૂરથી માનવું પડે. જેતપુરના તમામ રોડ નબળી ગુણવત્તાને કારણે ઠેર ઠેર તૂટી ગયા…

Read More

ડભોઇ ખાતે રીયાવાલા આયુર્વેદિક હોસ્પિટલમાં વડોદરા જિલ્લા યુવા મોરચાના અને ઇન્દુ બ્લડ બેંક ના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

ડભોઇ ખાતે રીયાવાલા આયુર્વેદિક હોસ્પિટલમાં વડોદરા જિલ્લા યુવા મોરચાના અને ઇન્દુ બ્લડ બેંક ના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

હિન્દ ન્યુઝ, ડભોઈ ડભોઈ દર્ભાવતિ નગરી માં વિકાસપુરુષ અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૦માં જન્મદિવસ નિમિત્તે તારીખ ૧૪ થી ૨૦ સપ્ટેમ્બર દરમિયાન ‘સેવા સપ્તાહ’ અંતર્ગત વિવિધ સેવાકીય કાર્યો કરશે. જેમાં ‘સેવા એ જ ધર્મ’ ના ઉદ્દેશ્ય સાથે વડોદરા જિલ્લા યુવા મોરચા દ્વારા આયોજિત ડભોઇના રીયાવાલા આયુર્વેદિક હોસ્પિટલ ખાતે વડોદરા જિલ્લા યુવા મોરચાના અને ઇન્દુ બ્લડ બેંક ના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ડભોઇ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં 70 રક્ત દાતા યુવા મોરચાના કાર્યકરોએ બ્લડ ડોનેશન નું દાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા…

Read More

લાંબા સમયથી વોર્ડ નં.5 માં નળ કનેકશન ફી ભરવા છતાં કનેકશન ન આપવા તાકીદે યોગ્ય કરવા અપાયુ આવેદનપત્ર

લાંબા સમયથી વોર્ડ નં.5 માં નળ કનેકશન ફી ભરવા છતાં કનેકશન ન આપવા તાકીદે યોગ્ય કરવા અપાયુ આવેદનપત્ર

હિન્દ ન્યૂઝ, વેરાવળ, આ વિસ્તારના રહીશો દ્વારા છેલ્લા લાંબા સમયથી નળ કનેકશન ફી ભરાયેલ હોવા છતાં વેરાવળ નગર પાલિકા દ્વારા કોઈજ નક્કર કામગીરી ન કરવામાં આવતા વોર્ડ નં.5 ના રહીશો માં ઉગ્રરોષ ની લાગણી ફેલાયેલ છે. આ તકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા અગ્રણી ઉષાબેન કુસકીયાની આગેવાનીમાં મિસ્કીનશા સોસાયટી તેમજ ગોદરશા તળાવ સોસાયટીના રહીશો દ્વારા નગરપાલિકાના સત્તાધીશો તેમજ નાયબ કલેક્ટરને તેમજ પ્રાદેશિક કમિશ્નર ને આવેદનપત્ર પાઠવી પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવાની રોષભેર બુલંદ માંગણી કરવામાં આવેલ હતી. આ તકે મહિલા કોંગ્રેસ અગ્રણીઓ જીજ્ઞાસાબેન રાવલ, કાજલબેન ભજગોતર, યાસ્મીનબેન ચૌહાણ સહિતની મહિલા અગ્રણીઓ ઉપસ્થિત…

Read More

સુરતના ઉમરપાડામાં 2 કલાકની અંદર 11 ઈંચ વરસાદ ખાબક્યો, માંગરોળમાં 5 ઈંચ

સુરતના ઉમરપાડામાં 2 કલાકની અંદર 11 ઈંચ વરસાદ ખાબક્યો, માંગરોળમાં 5 ઈંચ

હિન્દ ન્યુઝ, સુરત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અનારાધાર વરસાદથી સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ગ્રામ્યમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં બપોરના 2 થી 4 વાગ્યા સુધીમાં 11 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. તો માંગરોળ તાલુકામાં પાંચ ઇંચ વરસાદ પડ્યો છે. ઉમરપાડા તાલુકાના ઉચવાણ ગામે ભારે વરસાદથી રસ્તા પર પાણી ભરાતા બજારોમાં નદી વહેતી થઇ છે. સુરત જિલ્લા સહિત અન્ય વિસ્તારોમાં ભારે ગાજવીજ પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. જેને લઇને વીઝીબલીટી ઘટી હતી અને વરસાદથી ખેડૂતો પણ ચિંતામાં મૂકાયા…

Read More

પ્રભાસ પાટણ ખાતે પાક નિષ્ફળ જવાથી તમામ ખેડૂતોને યોગ્ય વળતર આપવા અપીલ કરાઈ

પ્રભાસ પાટણ ખાતે પાક નિષ્ફળ જવાથી તમામ ખેડૂતોને યોગ્ય વળતર આપવા અપીલ કરાઈ

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ ગીર-સોમનાથ જીલ્લાનાં વેરાવળ તાલુકામાં પ્રભાસ પાટણ ગામે અંદાજે 2000 થી વધારે ખાતેદાર જમીન ધરાવે છે. આ વિસ્તારમાં મોટા ભાગે મગફળી, સોયાબીન, શાકભાજી તથા અન્ય વાવેતર આ ઋતુમાં થયેલ હતું. સતત પડી રહેલ વરસાદનાં કારણે આ પાક સંપૂર્ણ નિષ્ફળ થયેલ અને હાલમાં પણ ખેતરોમાં પાણી ભરાઈ ગયેલા જોવા મળે છે. જેથી તા. 14/9/2020 નાં રોજ પાક નિષ્ફળ નાં સર્વે માટે આ વિસ્તારમાં ખેતીવાડી શાખાના અધિકારીઓ નિરવ બી. ગોસ્વામી, શ્રીમતી હષાૅબેન જે વાળા આવેલ હતાં. આ સર્વે ટીમના અધિકારીઓ નું કહેવાનું હતું કે જે પાક સંપૂર્ણ નિષ્ફળ ગયેલ છે…

Read More

 વેરાવળ શહેર ના વોર્ડ ન ૧ અને વોર્ડ ન ૫ ના રહીશો દ્વારા ફરિયાદ કરવામાં આવી

 વેરાવળ શહેર ના વોર્ડ ન ૧ અને વોર્ડ ન ૫ ના રહીશો દ્વારા ફરિયાદ કરવામાં આવી

હિન્દ ન્યૂઝ, વેરાવળ વેરાવળ ના ૯૦ સોમનાથ વિધાનસભા ના લોકલાડીલા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા ને ફરિયાદ કરવામાં આવી. જેની જાતતપાસ માટે વિમલ ભાઈ ચુડાસમા વેરાવળ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિનેશભાઇ રાયઠઠા તથા ઉપપ્રમુખ અશ્વિન ભાઈ સૂયાણી, વેરાવળ શહેર મહિલા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ દેવીબેન ગોહેલ તથા ઉપપ્રમુખ રિઝવાનાબેન ચોહાણ ખંજનભાઈ જોષી હરેશભાઈ દ્વારા ૮૦ ફુટ રોડ દિવાનયા કોલોની મુસ્તુફા મસ્જિદ જેવા વિસ્તારો ની મુલાકાત લીધી અને સમસ્યાઓ સાંભળી હતી. રિપોર્ટર : હારૂન કાલવાત, પ્રભાસ પાટણ

Read More

દિયોદર વિવિધ સંસ્થા દ્વારા તાલુકા પંચાયત પ્રમુખ નું સન્માન

દિયોદર વિવિધ સંસ્થા દ્વારા તાલુકા પંચાયત પ્રમુખ નું સન્માન

હિન્દ ન્યુઝ, દિયોદર દિયોદર તાલુકા પંચાયત કચેરી માં નવનિમિત પ્રમુખ ઉતમસિંહ વાઘેલા અને ઉપપ્રમુખ અમરબેન ચૌહાણ નું વિવિધ સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવી રહ્યું છે. જેમાં આજરોજ દલિત સમાજ દ્વારા સન્માન અને શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી અને પ્રમુખ અને ઉપપ્રમુખ નું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ શાંતિ લાલ ગાગોલ, નરસીભાઈ પરમાર, મેવાભાઈ પરમાર, સરપંચ, કાળાભાઈ ધનકવાડા, પ્રકાશભાઈ છાપરા અને સમાજ ના આગેવાન મોટી સંખ્યા માં હાજર રહયા હતા અને પ્રમુખ અને ઉપપ્રમુખ નું સન્માન કરવામાં આવતા આભાર વ્યક્ત કરવામાં આવ્યું. અહેવાલ :…

Read More

દિયોદર ભાજપ ના કાર્યકરો એ વડા પ્રધાન ના જન્મ દિવસ પર અનોખી ઉજવણી

દિયોદર ભાજપ ના કાર્યકરો એ વડા પ્રધાન ના જન્મ દિવસ પર અનોખી ઉજવણી

હિન્દ ન્યુઝ, દિયોદર આજે સમગ્ર ગુજરાત માં ભારત દેશ ના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મ દિવસ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં આજે બનાસકાંઠા જિલ્લા ના દિયોદર ખાતે પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મ દિવસ નિમિત્તે યુવા ભાજપ અને તાલુકા ભાજપ ના કાર્યકરો દ્વારા પોલીસ મથક અને નાયબ પોલીસ મથક ના તમામ પોલીસ કર્મીઓ ને માસ્ક આપી ઉજવણી કરી હતી. ત્યારે બીજી તરફ દિયોદર રેફરેલ હોસ્પિટલ ખાતે પણ દર્દીઓ ને ફ્રૂટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ વનરાજસિંહ વાઘેલા, રમેશભાઈ યુ.ચૌધરી,…

Read More

જામનગર ખાતે ગત માહ રોટરી કલબ સેનોરાસ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશ સ્પર્ધાનું આયોજન કરેલ હતું જેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું

જામનગર ખાતે ગત માહ રોટરી કલબ સેનોરાસ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશ સ્પર્ધાનું આયોજન કરેલ હતું જેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, જામનગર જામનગર ખાતે રોટરી કલબ સેનોરાસ દ્વારા ‘ઇકો ફ્રેન્ડલી ગણેશ સ્પર્ધા’ નું પરિણામ ૨૮ઓગસ્ટ ના જાહેર કરાયુ હતું. જેમાં અલગ અલગ તાલુકા અને જિલ્લાઓ માથી અનેક સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં ભારત ની બહાર કેનેડા તેમજ યુ. એસ થી પણ સ્પર્ધકો એ ભાગ લીધેલ હતો. આ સ્પર્ધામાં સ્પર્ધકો એ અવનવી ગણેશ ની મૂર્તિઓ બનાવી પોતાની કલા લોકો સમક્ષ બહાર લાવ્યા હતા. જે સ્પર્ધક વિજેતા નિયુક્ત થયા હતા. તેઓને પ્રોત્સાહન આપવા માટે ઇનામ વિતરણ રાખવામાં આવ્યું. જેમાં મુખ્ય ત્રણ ઇનામ રાખવામાં આવ્યા. બાળા ને અને યુવા ને પણ આમ…

Read More