રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કડક અને દંડ વસુલ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે, સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતા પ દુકાનો સીલ

રાજકોટ,

તા.૧૭/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ અને ફરજીયાત માસ્ક અંગેના ભંગ કરતા ધંધાર્થીઓ અને લોકો સામે શહેરના જે સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થાય છે. તેવા સ્થળોએ દંડ અથવા સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે, તેમજ માસ્ક વિના જાહેરમાં ફરતા લોકો સામે પણ દંડ વસુલ કરવાની કામગીરી કરવામાં આવે છે. સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવા બદલ પ દુકાનો સીલ કરવામાં આવી છે. રાજકોટ શહેરમાંથી ફરજીયાત માસ્ક અંગેના ભંગ કરતા ૨૭ આસામીઓ પાસેથી રૂપિયા ૨૭,૦૦૦ નો દંડ વસુલ કરવામાં આવેલ છે. રાજકોટ મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું. જયારે રામાપીર ચોકડી ખાતેની દેવજીવન ટી હોટલ, જય દ્વારિકાધીશ ટી હોટલ, હરસિધ્ધી ડીલક્સ પાન, જાહલ પાન એન્ડ કોલ્ડ્રીંક્સ અને પનઘટ ડીલક્સ પાનનો સમાવેશ થાય છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment