ગુજરાત રાજયના અધિક મુખ્ય સચિવ મહેસુલ પંકજકુમારના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ

જામનગર, હિન્દ ન્યૂઝ જામનગર તા.૦૨ સપ્ટેમ્બર, જામનગરમાં સતત વધતા કોરોનાના કેસને ધ્યાને લઇ ગુજરાત રાજ્યના અધિક મુખ્ય સચિવ મહેસુલ પંકજકુમાર તથા જામનગરના પ્રભારી સચિવ અને રાજ્યના પશુપાલન વિભાગના સચિવ નલીન ઉપાધ્યાય જામનગર જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. જયાં તેમણે સમીક્ષા બેઠક યોજી હતી. અધિક મુખ્ય સચિવ પંકજકુમારે જિલ્લાના વહીવટી અધિકારીઓ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી, જિલ્લાની કોવિડ પરિસ્થિતિની વિગતવાર સમીક્ષા કરી હતી અને સંક્રમણને અટકાવવા માટે અધિકારીઓ સાથે માઈક્રો પ્લાનિંગ અને ડીટેલ એનાલીસીસ કર્યું હતું. ત્યારબાદ અધિક મુખ્ય સચિવ તેમજ પ્રભારી સચિવએ કોવિડ હોસ્પિટલ -ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલની મુલાકાત લીધી…

Read More

સાતલપુર તાલુકા ના સાદપુરા ગામે બજાણીયા વસાહત મા ધરો મા પાણી ધુશી જતા લોકો નુ જીવન મુકાયું મુશ્કેલીમાં

સાતલપુર, સતત વરસાદ ચાલુ રહેવાથી તળાવો અને ખેતરો ભરાઈ જતા સાદપુરા રેલ્વે ફાટક ના નાળા માથી પસાર થતું પાણી સીધુ ધરો મા ઘુસ્યા. દર વર્ષે આ સમસ્યા જ રહે છે, જો આ નાળુ બંધ કરવા માં આવે તો કાઈમી પ્રશ્ન હલ થાય. એક બાજુ છેલ્લા 6 મહિના થી કોરોના વાયરસ ના કારણે સમગ્ર દેશમાં મા લોક ડાઉનલોડ જાહેર કરેલ હોવાથી કોઈ પણ જાતનો ધંધો કે રોજગાર ચાલી રહ્યો નથી જેમા લોકડાઊન મા વિચરતા સમુદાય સમર્થન મંચ સંસ્થા ના સહયોગથી રાશન કીટ વિતરણ કરવામાં આવી હતી. ત્યારબાદ હાલ થોડુ ધણુ ઊધાર…

Read More

ભાભર તાલુકાના ખારા ગામે મહાકાળી માતાજી ના મંદિર એ ઉજવણી કરવામાં આવી

ભાભર, હાલ ચાલી રહેલી કોરોના વાયરસ ની મહામારી ના કારણે તમામ જગ્યાએ ધાર્મિક મેળાવડાઓ બંધ રાખવામાં આવ્યા છે. જેને લઇ ભાભર તાલુકાના ખારા ગામે દરવર્ષે યોજાતો મહાકાળી માતાનો કરવઠું પ્રસંગ પણ સોશિયલ ડિસ્ટન્સ સાથે યોજવામાં આવ્યો હતો. જેમાં ગ્રામજનોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું ખાસ પાલન કરી ધાર્મિક પ્રસંગની ઉજવણી કરી હતી. આ પ્રસંગે ધારાસભ્ય, સરપંચ, આગેવાનો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જીલ્લાના ભાભર તાલુકાના ખારા ગામે દરવર્ષ મહાકાળી મંદીરે મેળા જેવો માહોલ હોય છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ મહાકાળી માતાનું કરવઠું નિકાળવામાં આવતુ હોવાથી બહારગામ રહેતાં લોકો પણ…

Read More

સુરત આર્થિક સંકળામણને લઇ સુરતના સ્કુલ સંચાલકનો આપઘાત

સુરત, સુરત શહેરના પાલીગામના ખાનગી સ્કુલના યુવા સંચાલકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. સ્કૂલ ચલાવવા યુવા સંચાલકે 66 લાખની લોન લીધી હતી પરંતુ કોરોના વાયરસની મહામારીમાં લોનના હપ્તા ભરી શકતા ન હોવાથી પોતે માનસિક તાણમાં આવી પોતાનું જીવન સંકેલી લીધું છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મૂળ ઉત્તરપ્રદેશના આઝમગઢ જિલ્લાના ગ્રામપુરાચી ગામના વતની અને સચિન વિસ્તારમાં આવેલ સિટી હોમ્સ સોસાયટી નજીક રાજ અભિષેકમાં રહેતા 31 વર્ષિય પુનિતભાઈ ત્રિવેણીપ્રસાદ શુક્લા પાલીગામમાં બ્રાઇટ સ્ટાર નામની સ્કૂલ ચલાવી રહ્યા હતા. પુનિતે જાન્યુઆરી મહિનામાં સ્કૂલ ચલાવવા માટે 66 લાખની લોન લીધી હતી.…

Read More

ભારતીય ગૌરક્ષા વાહિનીમાં માન. રિતેશ પટેલ (કાલાવડ) ને સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી તરીકે નિમણુંક

કાલાવડ, ભારત ભરમાં ગૌરક્ષા માટે કાર્યરત ભારતીય ગૌરક્ષા વાહિનીમાં માન. રિતેશ પટેલ (કાલાવડ) ને સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી તરીકે નિમણુંક કરવામાં આવી. અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લાના કાલાવડ ના રહેવાસી અને આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે હિન્દુત્વ વાદી સંગોઠનો અને ખાસ ગૌરક્ષા સંગઠનોમાં વર્ષોથી હિંદુઓ અને હિન્દુત્વ માટે સદૈવ અગ્રેસર રહી અને જામનગર, કાલાવડ અને સમગ્ર ગુજરાતમાં હિન્દૂ હિત માટે સદૈવ લડત આપનારા એવા માનનીય રિતેશ પટેલ ને ભારતીય ગૌરક્ષા વાહિનીમાં સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી તરીકે નિમણુંક થવા બદલ તેઓના મિત્ર મંડળ, શુભેચ્છકો અને હિન્દૂ ધર્મ પ્રેમીઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી…

Read More

કાલાવડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કાલાવડ – રાજકોટ સ્ટેટ હાઈવે પર પડી ગયેલ ખાડાઓમાં વૃક્ષારોપણ કરીને કર્યો અનોખો વિરોધ

કાલાવડ, કાલાવડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા હાઈવે રોડ પર પડી ગયેલ ખાડાઓમાં વૃક્ષારોપણ કરીને કર્યો અનોખો વિરોધ. વિગતવાર વાત કરીએ તો ગુજરાત રાજ્યના હાઈવેના રોડ લગભગ બીસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે અને ઠેક ઠેકાણે મસ મોટા ખાડાઓ પડી ગયા છે. જેમા સરકાર સાથે કોન્ટ્રાક્ટરોની મીલી ભગતથી ભ્રષ્ટાચાર થયેલના આરોપો સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે ત્યારે કાલાવડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કાલાવડ- રાજકોટ સ્ટેટ હાઇવે ઉપર ભાજપ સરકારનો વિકાસ રોડ ઉપર આવી ગયો છે. કાલાવડ નગરપાલિકાના ભષ્ટ્રાચારનો આ વિકાસ અને ગતીશીલ ગુજરાતનો તથા હજુ ઉદ્ઘાટન કર્યા.…

Read More

સુરત શહેર ના કાયૅકરોએ ભરૂચ ની પુર પરિસ્થિતી જ્યાં સર્જાઈ હતી ત્યા જઇ અનાજ કીટનું વિતરણ

સુરત, આજે 01/09/2020 ભરૂચના નીચાણ વાળા ભાગોમાં નમૅદા ડેમ માથી છોડાયેલા પાણી થી આવેલા પુર માં મુશ્કેલી અને ભારે નુકસાન થયુ, ઘરોમા મુકાયેલા અનાજ અને ખાધ સામગ્રી વગેરે પલળી જવા પામી હતી. જે કારણે ખાવા પીવા માટે તકલીફ પડી રહી હતી , સુરત ના અગ્રણીય સમાજ સેવકો મુન્ના ભાઇ ભાટા – સર્વ સમાજ સેના (ગુજરાત રાજ્ય), ઝુલ્ફીકાર શેખ યુવા જનક્રાંતિ પાર્ટીના વડા , ઇકબાલ બાપુ ગુજરાત રાજ્યના પ્રમુખ , શાહીલ લાકડાવાલા , અખ્તર ભાઇ ચકકીવાલા માગરોલ , અજહર ભાઇ શેખ , સાહિલ ભાઇ મન્સૂરી , જફર ભાઈ શેખ કાયૅકરતાઓ એ…

Read More

ગુજરાત રાજ્ય વ્યાયામ અને કલાસંઘ દ્વારા થરાદના ધારાસભ્યને આવેદનપત્ર પાઠવ્યું

થરાદ, થરાદના ધારાસભ્યને ગુજરાત રાજ્ય વ્યાયામ અને કલા સંઘ દ્વારા આવેદનપત્ર પાઠવી રાજ્યની પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શારીરિક શિક્ષણ અને કલા વિષયના શિક્ષકોની ફરજીયાત તેમજ કાયમી નિમણૂંક કરવા બાબતે રજુઆત કરાઈ હતી, જેમાં વર્ષ 2009થી વ્યાયામ અને કલા વિષયના શિક્ષકોની ભરતી કરવામાં આવેલ ન હોઈ ગુજરાત રાજ્ય વ્યાયામ હિત રક્ષક સમિતી અને રાજયના વિવિધ શૈક્ષણિક સંઘો દ્વારા વર્ષ 2010થી વારંવાર રજૂઆતો કરવા છતાં સરકારે આ અંગે કોઈ નિર્ણય ન લીધો હોવાનું વ્યાયામ અને કલા સંઘ બનાસકાંઠા જીલ્લાના અધ્યક્ષ ગોવિંદભાઈ જોષીએ જણાવ્યું હતું. જોકે થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ…

Read More

કાલાવડ ખાતે હિન્દ ન્યુઝ કાર્યાલય માં ગણપતિ વિસર્જન અને ભોજન સમારંભ યોજાયો

કાલાવડ, તા. 01-09-2020 ના રોજ હિન્દ ન્યૂઝ મુખ્ય કાર્યાલય કાલાવડ ખાતે પ્રથમ પૂજનીય દેવ ગણપતિજી ની દશ દિવસની સ્થાપના કરી હતી. આ દસ દિવસ પૂજન અર્ચના કર્યા બાદ મહાઆરતી નો કાર્યક્રમ યોજાયો, ત્યાર બાદ ગણપતિ દાદાનુ વિસર્જન કરવામાં આવ્યું હતું. આ વિસર્જન બાદ હિન્દ ન્યુઝ કાર્યાલય (સાગર કોમ્પલેક્ષ) ખાતે પ્રીતિ ભોજન નો કાર્યક્રમ રાખવામાં આવેલ હતું. સરકારશ્રી ના નિયમોનુસાર માસ્ક પહરી અને સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ વિસર્જન તેમજ ભોજન સમારંભમાં સાગર કોમ્પલેક્ષ નાં દુકાનદારો તેમજ આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ…

Read More

રાજકોટ શહેર આજીડેમ સહિતના સ્થળોએ વિસર્જન ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો : પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ

રાજકોટ, રાજકોટ શહેર કોરોનાની મહામારીને કારણે ગણપતિ ઉત્સવમાં પંડાલો ઉભા કરવા તથા જાહેરમાં ઉજવણી કરવા ઉપર પ્રતિબંધ મુકાયો છે. મુર્તિઓનું જાહેરમાં વિસર્જન કરવાની પણ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે મનાઇ ફરમાવી જાહેરનામુ બહાર પાડ્યું છે. લોકો આમ છતાં આજીડેમ સહિતના સ્થળોએ વિસર્જન માટે પહોંચ્યા નથી. તેનું નિરિક્ષણ કરવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ આજીડેમ સહિતના વિસર્જનના સ્થળોએ બપોરે અચાનક પહોંચ્યા હતાં.  A.C.P એચ.એલ.રાઠોડ, ક્રાઇમ બ્રાંચના P.I વી.કે.ગઢવી, આજીડેમ P.I વી.જે.ચાવડા સહિતનો સ્ટાફ પણ જોડાયો હતો. આજીડેમ સહિતના સ્થળોએ વિસર્જન ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રિપોર્ટર : દિલીપ પરમાર,…

Read More