ગુજરાત રાજ્ય વ્યાયામ અને કલાસંઘ દ્વારા થરાદના ધારાસભ્યને આવેદનપત્ર પાઠવ્યું

થરાદ,

થરાદના ધારાસભ્યને ગુજરાત રાજ્ય વ્યાયામ અને કલા સંઘ દ્વારા આવેદનપત્ર પાઠવી રાજ્યની પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શારીરિક શિક્ષણ અને કલા વિષયના શિક્ષકોની ફરજીયાત તેમજ કાયમી નિમણૂંક કરવા બાબતે રજુઆત કરાઈ હતી, જેમાં વર્ષ 2009થી વ્યાયામ અને કલા વિષયના શિક્ષકોની ભરતી કરવામાં આવેલ ન હોઈ ગુજરાત રાજ્ય વ્યાયામ હિત રક્ષક સમિતી અને રાજયના વિવિધ શૈક્ષણિક સંઘો દ્વારા વર્ષ 2010થી વારંવાર રજૂઆતો કરવા છતાં સરકારે આ અંગે કોઈ નિર્ણય ન લીધો હોવાનું વ્યાયામ અને કલા સંઘ બનાસકાંઠા જીલ્લાના અધ્યક્ષ ગોવિંદભાઈ જોષીએ જણાવ્યું હતું. જોકે થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને વ્યાયામ અને કલા સંઘ ગુજરાત રાજ્ય દ્વારા આવેદનપત્ર પાઠવી ગુજરાતની સંવેદનશીલ સરકાર દ્વારા વિધાર્થીઓ અને બેરોજગાર યુવાનોના હિતમાં સત્વરે નિર્ણય લઈ વ્યાયામ અને કલા વિષયના શિક્ષકોની તત્કાલ ભરતી કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવતાં થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે માંગણીના સંદર્ભમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખી વ્યાયામ અને કલા વિષયના શિક્ષકોની સત્વરે ભરતી કરાય તેવી ભલામણ પણ કરી હતી.

રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ

Related posts

Leave a Comment