આણંદના કલેક્ટર ડી.એસ.ગઢવીએ આબરૂ કાઢી, દુર્વ્યવહાર અને નૈતિક અધઃપતનના આરોપ સબબ સસ્પેન્ડ કરાયાં

હિન્દ ન્યુઝ, આણંદ 

      આણંદ કલેક્ટરના બિભત્સ વિડીયો વાયરલ થયા બાદ સરકાર એકશનમાં આવી

કલેકટરનો ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી મીલીન્દ બાપનાને અપાયો 

સરકારે આ અશ્લીલ કાંડની તપાસ માટે ઉચ્ચસ્તરીય કમિટી ગઠન કરી છે.જે આ ઘટનાની સત્યતા બાબતે ઘનિષ્ટ તપાસ કરશે.

આણંદના કલેક્ટર ડી. એસ. ગઢવીને દુર્વ્યવહાર અને નૈતિક અધઃપતનના ગંભીર આરોપો સબબ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો હુકમ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતા વહીવટી વિભાગ અને ઉચ્ચ અધિકારીઓમાં ચકચાર મચી છે. કલેક્ટરની ચેમ્બરમાં જ મહિલા સાથે અંગત પળો માણી હોવાનો કથિક વિડિયો વાયરલ થયાની માહિતી સરકાર સુધી પહોંચતા સરકાર એકશનમાં આવી સખત કાર્યવાહી કરી હોવાનું બહાર આવ્યું છે.

સરકારના ઉચ્ચ અધિકારીઓમાં ભ્રષ્ટાચાર અને દુરાચાર અને ઐયાશીની વિગતો આવતા સરકારની આબરૂના લીરેલીરા ઉડી રહ્યા છે. સરકારી વિભાગમાં ઉચ્ચ હોદ્દો ધરાવતા અધિકારીઓનો સામાન્ય સમાજમાં પણ ખૂબ દબદબો હોય છે. સિવિલ સર્વિસમાં કારકિર્દી બનાવવા માગતા અનેક નવોદિત યુવાનો આવા ઉચ્ચ અધિકારીઓને આદર્શ માની પોતાની સફળ કારકિર્દીના સ્વપ્ન સેવતા હોય છે. IAS એસ.કે. લાંગા થી પણ વધુ શરમજનક પરિસ્થતિ (આઈ.એ.એસ) ડી.એસ.ગઢવીએ ઊભી કરતા સરકાર સફાળી જાગી છે પરંતુ હજુ આવા કેટલાય ઉચ્ચ અધિકારીઓ સરકારની આબરૂનું ફુલેકું કરવા બેઠા છે તે તો આગામી સમયમાં જોવું રહયું.

આણંદ કલેક્ટર તરીકે હજુ ગયા વરસે જ નિમાયેલ આઈએએસ ડી.એસ. ગઢવીને રાજ્ય સરકાર દ્વારા સસ્પેન્ડ કરવાનો આદેશ બુધવાર સાંજે કરતાં ચકચાર મચી ગઈ હતી. આ આદેશમાં તેમની સામે દુર્વ્યવહાર અને નૈતિક અધઃપતન ગંભીર આરોપો મુકવામાં આવ્યાં હતાં. આ આદેશમાં ગુજરાત સરકારના અખિલ ભારતીય સેવાઓ (શિસ્ત અને અપીલ) નિયમો, 1969ના નિયમ-3ના પેટા નિયમ (1)ની કલમ (એ) હેઠળ સરકારને મળેલી સત્તાનો ઉપયોગ કરીને સસ્પેન્ડનો ઓર્ડર બજવ્યો છે. આ ઉપરાંત આણંદ કલેકટરને ચાર્જ આણંદ જિલ્લા વિકાસ અધિકારી મીલીન્દ બાપનાને સોપવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં આલીશાન ચેરની સામે કલેક્ટર ડી.એસ.ગઢવી મહિલા સાથે અંગત પળો માણતા હોય તેવું દ્ર્શ્ય નજરે ચઢી રહયું છે. આ રેકોર્ડિંગ ફુટેજ જાન્યુઆરી મહિનાનો હોવાનું કહેવાય છે. જે જાહેર વાઈરલ થતા જ ચકચાર મચી ગઈ છે. જે હાલ સમગ્ર રાજ્યના ઉચ્ચ અધિકારીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે. વળી આ મહિલા કોણ છે તે વિશે પણ અલગ અલગ ચર્ચાઓએ જોર પકડ્યું છે.

જોકે સરકારે આ અશ્લીલ કાંડની તપાસ માટે ઉચ્ચસ્તરીય કમિટી ગઠન કરી છે. જે આ ઘટનાની સત્યતા બાબતે ઘનિષ્ટ તપાસ કરશે.

Related posts

Leave a Comment