ભાભર તાલુકાના ખારા ગામે મહાકાળી માતાજી ના મંદિર એ ઉજવણી કરવામાં આવી

ભાભર,

હાલ ચાલી રહેલી કોરોના વાયરસ ની મહામારી ના કારણે તમામ જગ્યાએ ધાર્મિક મેળાવડાઓ બંધ રાખવામાં આવ્યા છે. જેને લઇ ભાભર તાલુકાના ખારા ગામે દરવર્ષે યોજાતો મહાકાળી માતાનો કરવઠું પ્રસંગ પણ સોશિયલ ડિસ્ટન્સ સાથે યોજવામાં આવ્યો હતો. જેમાં ગ્રામજનોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું ખાસ પાલન કરી ધાર્મિક પ્રસંગની ઉજવણી કરી હતી. આ પ્રસંગે ધારાસભ્ય, સરપંચ, આગેવાનો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
બનાસકાંઠા જીલ્લાના ભાભર તાલુકાના ખારા ગામે દરવર્ષ મહાકાળી મંદીરે મેળા જેવો માહોલ હોય છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ મહાકાળી માતાનું કરવઠું નિકાળવામાં આવતુ હોવાથી બહારગામ રહેતાં લોકો પણ આ દિવસે ગામમાં આવી દર્શનનો લાભ લેતાં હોય છે. જોકે આ વર્ષે કોરોના વાયરસને કારણે સંક્રમણ ન ફેલાય તે માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી આ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર , સરપંચ અશોકભાઈ ચૌધરી, જિલ્લા ડેલીગેટ ભાવાજી ઠાકોર, તાલુકા ડેલીગેટ મહાદેવભાઈ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ગામ ના ચૌધરી કરશનભાઇ રામજીભાઇ ના જણાવ્યા પ્રમાણે કે, ખારા ગામે આ વર્ષે ઉજવણીના 100 વર્ષ પૂર્ણ થતાં ગામલોકો સોશિયલ ડિસ્ટન્સ સાથે ધાર્મિક ઉત્સવ ઉજવ્યો હતો. હાલ કોરોના મહામારીને કારણે ઉજવણી અને મેળો બંધ રખાયા હોવાથી માતાજીના પરંપરાગત કરવઠું સોશિયલ ડિસ્ટન્સ રાખી કરવામાં આવ્યુ હતુ. આજે લોકોએ આસ્થા, શ્રદ્ધાથી ગામ લોકોએ કરવઠું કર્યું હતું. વર્ષોથી અહીં રહેતા કે અહીં ધંધા રોજગાર, નોકરી અર્થે આવેલ પરિવારના કુરટુંબ કોઈ બહાર ગામ રહેવા જાય એવા લોકો પણ દૂર-દૂર થી અહીં મહાકાળી માતાના મંદિરે નૈવેધ કરવા આવે છે.

રિપોર્ટર : બાબુ ચૌધરી, ભાભર

Related posts

Leave a Comment