ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને શ્રી આઈ રમીલા આર્ટ્સ કૉલેજ દાહોદના સંયુક્ત ઉપક્રમે વિશ્વ માતૃભાષા મહોત્સવ ઉજવાયો

હિન્દ ન્યુઝ, દાહોદ

    દરેક પ્રવૃત્તિમાં અગ્રેસર અને વિદ્યાર્થીઓના હિત તેમજ વિકાસ માટે સતત કાર્યરત શ્રી આઈ રમીલા આર્ટ્સ કૉલેજ દાહોદ ખાતે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી નિમત્તે એક દિવસીય પરિસંવાદ કાર્યક્રમ યોજાયો. આ દરમ્યાન કૉલેજના સંસ્થાપક સુરેશભાઈ મેડા દ્વારા વિશ્વ માતૃભાષા દિવસનું મહત્વ, માતૃભાષામાં થઈ રહેલા ફેરફારો, માતૃભાષાને બચાવવા માટેના પડકારો સહિત માતૃભાષાનું મહત્ત્વ ઊંડાણપૂર્વક સમજાવવામાં આવ્યું હતું. 

એ સાથે શહેરાની સરકારી કૉલેજના અધ્યાપક અને જાણીતા ક્રાંતિકારી લેખક શ્રી જયેશભાઈ વરીઆ દ્વારા માતૃભાષા ગુજરાતીના વિકાસક્રમની ખૂબ રસપ્રદ માહિતી આપવામાં આવી હતી. ઈ.સ.પૂર્વેથી આજદિન સુધીની વિકાસયાત્રામાં થયેલા બદલાવ, પાલી, પ્રાકૃત, અપભ્રંશ ભાષાઓના ઇતિહાસમાં ગુજરાતીનો વિકાસ, સઁસ્કૃત અને અન્ય ભાષાઓ સાથે ગુજરાતી ભાષામાં જોડાયેલા શબ્દો અને એના ધ્વનિ પરિવર્તનો વગેરેનો ખૂબ રસપ્રદ ઇતિહાસની રજૂ કરી વિદ્યાર્થીઓને મંત્રમુગ્ધ કર્યા હતા. 

તેમણે ભાષા ઉપર ગર્વ કેમ કરવો જોઈએ? તેની કટાક્ષસભર ઉદાહરણ સાથેની આંદોલિત કરતી આગવી શૈલીમાં ખૂબ જ જોરદાર રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સરકાર અને ગુજરાત સાહિત્ય અકાદમી આવા કાર્યક્રમો કરીને માતૃભાષાની માવજત માટેના ખૂબ પ્રયત્નો કરી રહી છે. આવનારી પેઢી પોતાની માતૃભાષાને સારી રીતે સમજે ભાષામાં સચવાયેલા વારસાને જાણે એ માટેનો આ ખૂબ મોટો પ્રયાસ તેમને ગણાવ્યો હતો. 

ત્યારબાદ જાણીતા લેખક-કવિ અને હાલ ગરબાડા સરકારી વિનયન કૉલેજના અધ્યાપક અને દિલ્લી સાહિત્ય અકાદમીના રાષ્ટ્રીય યુવા ગૌરવ પુરસ્કાર વિજેતા ડૉ.રાજેશભાઈ વણકર દ્વારા તેમના પ્રસંગિક પ્રવચનમાં જણાવ્યું કે, પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી શાસનમાં બેઠેલા તમામ પ્રતિનિધિઓમાં સૌથી વધારે લોકો સાહિત્યના છે. આપણી માતૃભાષા ગુજરાતીનું સમૃદ્ધ સાહિત્ય, વ્યાકરણ, રચના, સમૃદ્ધ ગ્રંથો, જૂની-નવી નવલકથાઓ ભાષાકીય આવી રહેલા ફેરફાર સ્થાનિક લોકો વાર્તાઓ ભજનો,ગીતો વગેરેની રજૂઆત કરીને તેમને જીવંત રાખવા માટે વિદ્યાર્થીઓને હાકલ કરી હતી. 

આધુનિક યુગના બદલાવની સાથે સાથે પોતાની મૂળ ભાષા પણ સાચવી રાખવ સંદેશો આપ્યો હતો. તેમની હીર નવલકથા વિશે પણ તેમણે વિસ્તૃત માહિતી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અધ્યાપક ગીતાંજલિ હઠીલા દ્વારા અને આભારવિધિ કૉલેજના શૈલેષભાઈ ડામોર દ્વારા કરવામાં આવી હતી.

Related posts

Leave a Comment