હિન્દ ન્યુઝ, ભુજ
વિધાનસભા ચૂંટણી 2022 માટે કચ્છ જિલ્લામાં ઉત્સાહભેર મતદાન થઈ રહ્યું છે, ત્યારે વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગો તેમજ યુવા વર્ગ મતદાન કરવા સક્રિય બની પોતાની ફરજ બજાવી રહ્યો છે.
ભુજના આદર્શ મતદાન મથક ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે વૃદ્ધ દંપતીએ મતદાન કરીને સૌ નાગરિકોને અચૂકથી મતદાન કરવા માટે અપીલ કરી હતી. ભુજના શંકરભાઈ ખોડીદાસે જણાવ્યું હતું કે, દરેક ચૂંટણીમાં હું મારી પત્ની સાથે મતદાન કરવા જાઉં છું. આ ચૂંટણીમાં પણ મેં મારી ફરજ બજાવી છે, ત્યારે આપણી લોકશાહીને વધુ મજબૂત કરવા માટે યુવા વર્ગથી લઈને વરિષ્ઠ નાગરિકો પણ મતદાન કરે તેવો અનુરોધ કરું છું.