કચ્છમાં દિવ્યાંગ અને વયોવૃદ્ધ નાગરિકોએ ઉત્સાહભેર મતદાન કરીને વધુમાં વધુ મતદાન કરવા માટે આપ્યો સંદેશ

હિન્દ ન્યુઝ, ભુજ

   ગુજરાત રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત પ્રથમ તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે કચ્છ જિલ્લામાં આ લોકશાહીના અવસર નિમિત્તે મતદાન કરીને નાગરિકો પોતાની ફરજ નિભાવી રહ્યા છે. કચ્છ જિલ્લામાં વયોવૃદ્ધ મતદારો, દિવ્યાંગ મતદારો પણ મતદાન કરીને અન્ય નાગરિકોને મતદાન કરવા માટે પ્રેરણા આપી રહ્યા છે. વહેલી સવારથી નાગરિકોમાં મતદાન કરવા માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદાન મથક સુધી દિવ્યાંગ નાગરિકો અને વૃદ્ધ નાગરિકો પહોંચી શકે તે માટે સુગમ વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે. આમ, દિવ્યાંગ અને વયોવૃદ્ધ નાગરિકોએ લોકશાહીના આ મહાપર્વમાં ઉત્સાહભેર પોતાની ફરજ નિભાવીને વધુમાં વધુ મતદાન કરવા માટે સંદેશ આપ્યો છે.

Related posts

Leave a Comment