સાતલપુર તાલુકા ના સાદપુરા ગામે બજાણીયા વસાહત મા ધરો મા પાણી ધુશી જતા લોકો નુ જીવન મુકાયું મુશ્કેલીમાં

સાતલપુર,

સતત વરસાદ ચાલુ રહેવાથી તળાવો અને ખેતરો ભરાઈ જતા સાદપુરા રેલ્વે ફાટક ના નાળા માથી પસાર થતું પાણી સીધુ ધરો મા ઘુસ્યા. દર વર્ષે આ સમસ્યા જ રહે છે, જો આ નાળુ બંધ કરવા માં આવે તો કાઈમી પ્રશ્ન હલ થાય. એક બાજુ છેલ્લા 6 મહિના થી કોરોના વાયરસ ના કારણે સમગ્ર દેશમાં મા લોક ડાઉનલોડ જાહેર કરેલ હોવાથી કોઈ પણ જાતનો ધંધો કે રોજગાર ચાલી રહ્યો નથી જેમા લોકડાઊન મા વિચરતા સમુદાય સમર્થન મંચ સંસ્થા ના સહયોગથી રાશન કીટ વિતરણ કરવામાં આવી હતી. ત્યારબાદ હાલ થોડુ ધણુ ઊધાર કરીને જીવન જીવી રહ્યા છે. લોકો ત્યા વરસાદી પાણી ધરો મા ધુસી જતા લોકો બન્યા નીરાધાર, હાલ આ વસાહત મા આશરે ત્રણ થી ચાર ફુટ પાણી છે. લોકો ના ધરમા પાણી આવી જવાથી ધરનો તમામ સમાન અનાજ વગેરે પાણી મા પલળી ગયો છે. આજે ફરી આ લોકો ને 2017 ના પુર ના ભણકાર વાગી રહ્યા છે તે વખતે પણ આ વસાહત મા આવી જ સમસ્યા હતી. જેમા કોઇ જાન હાની નથી થઈ પણ સતત પાણી ભરાઈ રહેવાથી મેલેરીયા જેવા રોગો થવાની સંભાવના છે અને નાના બાળકો પાણી મા ડૂબવાની પણ સંભાવના છે. આ વસાહત ની મુલાકાત વિચરતા સમુદાય સમર્થન મંચ સંસ્થા ના પાટણ જીલ્લા ના વિભાગીય સંયોજક શંકરભાઈ બજાણીયા કરી હતી અને પાણી ના કાઈમી નીકાલ માટે આગળ કાર્યવાહી કરશે એવું જાણવા મળ્યું છે.

 

રિપોર્ટર : બાબુભાઇ પરમાર, પાટણ

Related posts

Leave a Comment