હિન્દ ન્યુઝ, દાહોદ
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા આયોજિત અને કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દાહોદ દ્વારા સંચાલીત “યુથ એસેમ્બલી કાર્યક્રમ’ ૨૦૨૫-૨૬’ નું આયોજન વિધાનસભા દીઠ થનાર છે.
જેમાં દાહોદ જિલ્લાના ૧૫ થી ૨૯ વર્ષના યુવક યુવતીઓ પોતાની વિધાનસભાના વિસ્તારમાં ભાગ લઇ શકશે. ભાગ લેનાર સ્પર્ધકે અત્રેની કચેરી દ્વારા આપેલ વિષય પર પાંચ થી દસ મિનીટ વક્તવ્ય આપવાનું રહેશે. વક્તવ્ય ગુજરાતી, હિન્દી કે અંગ્રેજી ભાષામાં આપી શકાશે. ભાગ લેનાર સ્પર્ધકોમાંથી વિધાનસભા દીઠ ૧ થી ૩ નંબર આપવામાં આવશે, જેઓ ને જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા મળશે.
જિલ્લાની દરેક વિધાનસભા વિસ્તાર દીઠ અલગથી મોક રાઉન્ડ આયોજન કરીને જિલ્લાકક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. જેમાંથી એક વિજેતાની પસંદગી કરવામાં આવશે. જેઓ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પ્રતિનિધિત્વ કરશે. સ્પર્ધા અંગેનું અરજી ફોર્મ અત્રેની કચેરીએથી અને કન્વીનર પાસેથી મેળવી શકાશે. સ્પર્ધકોએ પોતાની અરજી તૈયાર કરી ઉંમર, આધાર પુરાવા (આધાર કાર્ડ/જન્મનો દાખલો) પોતાનું નામ, સરનામું, મોબાઈલ નંબર, ઈ-મેઈલ આઈડી વગેરે જેવી બાબતોનો ઉલ્લેખ કરવાનો રહેશે.
અરજી ૨૪/૦૨/૨૦૨૬ સુધીમાં મોકલી આપવાની રહેશે. આ સ્પર્ધાની વધારે માહિતી માટે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, દાહોદ, જિલ્લા સરવે ભવન, પ્રથમ માળ, જિલ્લા સેવા સદન કેમ્પસ, છાપરી, તા.જિ. દાહોદ નો સંપર્ક કરવાનો રહેશે એમ જિલ્લા યુવા વિકાસ અધિકારી જીજ્ઞેશ ડાભી દ્વારા જણાવાયું છે.
