કાલાવડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કાલાવડ – રાજકોટ સ્ટેટ હાઈવે પર પડી ગયેલ ખાડાઓમાં વૃક્ષારોપણ કરીને કર્યો અનોખો વિરોધ

કાલાવડ,

કાલાવડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા હાઈવે રોડ પર પડી ગયેલ ખાડાઓમાં વૃક્ષારોપણ કરીને કર્યો અનોખો વિરોધ. વિગતવાર વાત કરીએ તો ગુજરાત રાજ્યના હાઈવેના રોડ લગભગ બીસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે અને ઠેક ઠેકાણે મસ મોટા ખાડાઓ પડી ગયા છે. જેમા સરકાર સાથે કોન્ટ્રાક્ટરોની મીલી ભગતથી ભ્રષ્ટાચાર થયેલના આરોપો સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે ત્યારે કાલાવડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કાલાવડ- રાજકોટ સ્ટેટ હાઇવે ઉપર ભાજપ સરકારનો વિકાસ રોડ ઉપર આવી ગયો છે. કાલાવડ નગરપાલિકાના ભષ્ટ્રાચારનો આ વિકાસ અને ગતીશીલ ગુજરાતનો તથા હજુ ઉદ્ઘાટન કર્યા. વિના બ્રિજ સંપૂર્ણ પણે ધરાશયી થઈ ગયેલ છે અને આમ જનતા ઉપર જે અમાનુષિ ત્રાસ અને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

જે બહેરી અને લુલી લંગડી સરકારને ઢંઢોળવા માટે જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જે.ટી.પટેલ, જીલ્લા મહામંત્રી કે.પી.બથવાર, શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ રુદ્નદતસિહ જાડેજા, કાલાવડ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ દેવદાનભાઈ જારીયા, જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ મોહનભાઈ સભાયા, મેહુલભાઈ સોજીત્રા, વિરેનભાઈ વિરાણી, સંદિપભાઈ ખરા, મહમંદભાઈ માડકીયા, સંજયસિંહ જાડેજા, ચંદુભાઈ ચૌહાણ, દિવાળીબેન ચૌહાણ, મનોજભાઈ સાવલીયા, નરેશભાઈ મકવાણા, ધનજીભાઈ સીગંલ, રવજીભાઈ સોજીત્રા, શામજીભાઈ ચૌહાણ તથા કાલાવડ તાલુકા કોંગ્રેસ સમિતિના દરેક હોદેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ : ભોજાભાઈ ટોયટા, નિકાવા

Related posts

Leave a Comment