વડગામ , વડગામ તાલુકા ના છાપી પાસે આવેલા પીરોજપુરા એપ્રોચ રોડ ઉપર ગુરુવારે એક દુકાન માં શંકાસ્પદ બનાવટી બાયોડીઝલ ના વેચાણ ના નેટવર્ક નો પરદાફાર્શ કરી કુલ રૂ. ૮૭૨૦૦ નો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ છાપી પીએસઆઈ એસ.ડી.ચૌધરી , તેમજ પ્રવીણસિંહ, યાજ્ઞિકભાઈ, મહેન્દ્રભાઈ અને ચેતનસિંહ પેટ્રોલીગ માં હતા, તે દરમિયાન ખાનગી બાતમી મળતા પીરોજપુરા નજીક હાલીમા ફાર્મ નજીક આવેલા શાન કોમ્પ્લેક્ષ માં આવેલ સોનુ એન્ટરપ્રાઇઝ નામ ની દુકાન માં છાપો મારતા દુકાન માંથી કોઈ પણ…
Read MoreDay: September 12, 2020
નવનિયુક્ત કલેક્ટર સુપ્રીતસિંઘ ગુલાટીની હાજરીમાં આનંદ પટેલનો વિદાય સમારંભ યોજાયો
પાટણ, પાટણ જિલ્લા કલેક્ટર આનંદ પટેલની બનાસકાંઠા કલેક્ટર તરીકે બદલી થતા પાટણ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા તેમને માનભેર વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે નવનિયુકત કલેક્ટર સુપ્રીતસિંઘ ગુલાટીના આવકાર અને આનંદ પટેલની વિદાય માટે પાટણના નવા સર્કિટ હાઉસ ખાતે મહેસૂલી વિભાગ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. આનંદ પટેલે પોતાના ત્રણ વર્ષથી વધુ સમયના પાટણ જિલ્લાના કાર્યકાળ દરમિયાન લોકભિમુખ વહિવટ થકી લોકચાહના મેળવી હતી. નિવાસી અધિક કલેક્ટર એન.ડી.પરમારે આનંદ પટેલને શ્રીફળ અને સાકાર અર્પણ કરી સાલ દ્વારા સન્માન કર્યું હતું અને નવા નિમાયેલ કલેક્ટર સુપ્રીતસિંઘ ગુલાટીને પુષ્પગુચ્છ…
Read Moreઆગાહી ના પગલે દિયોદર પથક માં મધ્યમ પવન સાથે વરસાદી ઝાપટું
દિયોદર, બનાસકાંઠા જિલ્લા માં છેલ્લા 10 દિવસ થી વરસાદે વિરામ લીધો હતો ત્યારે આજે એકાએક ફરી હવામાન વિભાગ દ્વારા મધ્યમ પવન સાથે સામાન્ય વરસાદ ની આગાહી કરવામાં આવતા દિયોદર પંથક માં આગાહી ના પગલે મધ્યમ પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું. જો કે આજુ બાજુ વિસ્તાર માં પણ વરસાદી માહોલ સર્જાયો હતો. જેમાં ખેડૂતો માં આનંદ ની લાગણી જોવા મળી આવી હતી. ગરમી ના ભારે ઉકળાટ બાદ એકાએક વાતાવરણ ઠંડુ થતા અને મધ્યમ પવન સાથે સામાન્ય વરસાદ થતાં નગરજનો એ પણ ઠંડક અનુભવી હતી. રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર
Read Moreનેત્રંગ ગામના રસ્તાનું ભારે ધોવાણ,૧-૧ ફુટ ઉંડા ખાડા પડ્યા,
નેત્રંગ પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકામાં ચોમાસાની સિઝનના પ્રારંભની સાથે જ મેઘરાજા મન મુકીને વરસતા ચારેય દરફ જળબંબાકારની સ્થિતિ ઉદભવી હતી, છેલ્લા ૧૦ વષૅમાં સૌથી વધુ ૬૫ ઇંચ જેટલો વરસાદ નેત્રંગ તાલુકામાં પડ્યો છે, ભારે વરસાદના પ્રતાપે નેત્રંગ તાલુકામાં રોડ-રસ્તાનું ભારે ધોવાણ થયાના અહેવાલ મળી રહ્યા છે, જેમાં મુખ્યત્વે નેત્રંગ તાલુકા મથકના જીનબજાર વિસ્તારથી મારૂતીધામ અને કેલ્વીકુવા ગામને જોડતા રસ્તાનું ભારે ધોવાણ થયું છે, એક-એક ફુટ ઉંડા ખાડા પડી ગયા છે, વાહનચાલકો અને રાહદારીઓ જીવના જોખમે પસાર થવા મજબુર બન્યા છે, તેવા સંજોગોમાં રોડ-રસ્તાના નિમૉણની કામગીરીમાં ભારે ગોબાચારી…
Read Moreકાટેડીયા થી સુરાણા ડામર રોડનું ખાતમુર્હુત કાંકરેજ ધારાસભ્ય નાં હસ્તે કરવામાં આવ્યું
કાંકરેજ, બનાસકાંઠા કાંકરેજ તાલુકાનાં કાંટેડીયા ગામથી સુરણા સુધી ડામર રોડનું કામ ચાર કિલોમીટર સુધી નું 86 લાખ ના ખર્ચે કાંકરેજ તાલુકાના ધારાસભ્ય કિર્તિસિંહ વાધેલા નાં વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં pwd વિભાગના અધિકારી હાજર રહ્યાં હતાં. ગામનાં આગેવાનોની હાજરી રહી હતી. જેમાં કાંટેડીયા ગામનાં સરપંચ તથા ઠાકોર વેનાજી દોલાજી તથા ભાવેશભાઈ, ભગુભાઈ, જામભાઈ, શાસ્ત્રી મૂળશંકર (ભીખાલાલ) કાટેડીયા શિવ મંદિર પૂજારી જામપુરી બાપુ, દેસાઈ વાશીભાઈ તથા મોટી સંખ્યા માં ગામજનો હાજર રહ્યાં હતાં. રિપોર્ટર : કનુજી ઠાકોર, કાંકરેજ
Read Moreઅંબાજી નજીક સુરપગલા નદીમાં નાહવા પડેલા આબુરોડ ના એક યુવકનુ મોત…
અંબાજી, હિન્દ ન્યુઝ અંબાજી ૧૨ સપ્ટેમ્બર-અંબાજી નજીક નદીમાં ન્હાવા પડેલા આબુરોડ ના એકયુવક નુ મોત નિપજ્યુ છે . અંબાજી પાસે સુરપગલા વિસ્તાર માં આવેલી નદી મા આબુ રોડ ના બે યુવકો ન્હાવા પડ્યા હતા. જ્યા ઉંડા પાણી નું અંદાજો ન રહેતા એક યુવક નુ નદી માં ડુબી જવાથી મોત નિપજ્યુ હતુ. જ્યારે બીજો મિત્ર ડરીને ભાગી ગયો હતો. આ સમગ્ર ઘટના અંબાજી થી આબુરોડ માર્ગ પર સુરપગલા વિસ્તાર ની છે. આબુરોડ ના હિના કોલોની મા રહેતા તન્મય મોહનભાઈ ગૌતમ પોતાના મિત્ર સાથે ન્હાવા આવેલ, જ્યા પોતે જાન ગુમાવી છે. નદી મા…
Read Moreકઠોર ગામ ની જનરલ હોસ્પિટલ માં ફ્રી આંખ રોગો નુ નિદાન કેમ્પ
કઠોર, સુરત જીલ્લા માં આવેલ કઠોર ગામ ની જાણીતી જનરલ હોસ્પિટલ માં ઉમ્મહ વેલ્ફેર ટ્રસ્ટ (યુ.કે )ના સહયોગ થી કઠોર મેડીકલ ટ્રસ્ટ સંચાલિત હાજી ડી.એમ.લોખાત અને મીસીસ અમીના સુલેમાન દાદાભાઇ જનરલ હોસ્પિટલ માં આવતી કાલે એટલે કે તારીખ: 13/09/2020 રવિવાર ના સવારે 10 થી બપોર 01 દરમિયાન આંખ ના સ્પેશિયલ ડૉક્ટર દ્વારા આંખો રોગો થી પિડાતા દર્દીઓની સારવાર , તપાસ તથા જરૂરિયાત મુજબ મોતીયાના ઓપરેશન કેમ્પ ઉમ્મહ વેલ્ફેર ટ્રસ્ટ ના સહયોગ થી મફત કરવામાં આવશે. અગાઉ પણ આવા ઘણા મફત સારવાર કેમ્પ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યા હતા. કઠોર નાં…
Read Moreકચ્છમાં જોરદાર વરસાદ થતાં ખેડૂતો બેહાલ
કચ્છ, ખેડૂતોની એક તો કોરોનાની મહામારી એ કમળ તોળી ઉપરથી ભારે અને અતિ ભારે વરસાદથી ખેડૂતોને થયું મોટું નુકસાન. કપાસ અને એરંડાના પાક સાવ નિષફળ. કચ્છમાં સરકાર લીલો દુષ્કાર જાહેર કરે એવી માગણી. સરકાર ખેડૂતોની વેદના સાંભળે અને એમને ન્યાય આપે એવી ખેડૂતોની માગણી. રિપોર્ટર : શંકર મહેશ્વરી, કચ્છ
Read Moreમોરબી ખાતે કોલ યુનિટમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતા યુવાનને ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા મોત નીપજયું
મોરબી, મોરબીના વાંકાનેર હાઇવે લખધીરપુર રોડ ઉપર આવેલા કોલ કોર્પોરેશન નામના યુનિટમાં રહીને ત્યાં જ મજુરીકામ કરતા મનીષ પપ્પુભાઈ મીણા નામના ૨૩ વર્ષના મજૂર યુવાનને કામ દરમ્યાન ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા તેનું મોત નિપજયુ હતુ. જેની જાણ થતાં મોરબી તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઇ જીગ્નાશાબેન કણસીગરાથતાં વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર : ભરત વિંધાણી, મોરબી
Read Moreસુરત જીલ્લા ના માંગરોલ માં ફરી 12 દિવસીય લોકડાઉન થયુ
માંગરોલ, સુરતમાં કોરોના પોઝિટીવના કેસો સતત વધી રહ્યા છે. આજે સુરતમાં મહાનગરપાલિકા દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતમાં કોરોનાને લઈને નવી સ્ટ્રેટેજી જાહેર કરવામાં આવી છે. હવેથી સુરતમાં હાઈરિસ્ક ઝોનમાં શનિ-રવિ એમ કુલ 2 દિવસ ફૂડ વેચાણ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સુરતમાં આવેલ માંગરોલ ને લઇ ખુબ જ આકરો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતમાં આવેલ માંગરોલમાં કુલ 12 દિવસનું લોકડાઉન આપવામાં આવ્યું છે. સુરતમાં આવેલ માંગરોલ તાલુકા મથકે આવતી કાલથી કુલ 12 દિવસનું લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે. કોરોનાના સતત વધી રહેલ કેસને ધ્યાનમાં લઈને…
Read More