માંગરોલ,
સુરતમાં કોરોના પોઝિટીવના કેસો સતત વધી રહ્યા છે. આજે સુરતમાં મહાનગરપાલિકા દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતમાં કોરોનાને લઈને નવી સ્ટ્રેટેજી જાહેર કરવામાં આવી છે. હવેથી સુરતમાં હાઈરિસ્ક ઝોનમાં શનિ-રવિ એમ કુલ 2 દિવસ ફૂડ વેચાણ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સુરતમાં આવેલ માંગરોલ ને લઇ ખુબ જ આકરો નિર્ણય લેવામાં આવ્યો છે.
સુરતમાં આવેલ માંગરોલમાં કુલ 12 દિવસનું લોકડાઉન આપવામાં આવ્યું છે. સુરતમાં આવેલ માંગરોલ તાલુકા મથકે આવતી કાલથી કુલ 12 દિવસનું લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે. કોરોનાના સતત વધી રહેલ કેસને ધ્યાનમાં લઈને ગ્રામ પંચાયત દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, આ દરમિયાન માંગરોલની બજારો સવારે 7 થી 11 વાગ્યા સુધી ખુલ્લા રહેશે પણ આવશ્યક સેવા જેવી કે, મેડિકલ તેમજ દૂધની દુકાનો જ ખુલ્લી રહેશે.
તાલુકા મથકની મુખ્ય જુમ્મા મસ્જિદ પણ બંધ રાખવાનો મુસ્લિમ આગેવાનો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. વધુમાં માંગરોલ તાલુકામાં અત્યાર સુધીમાં કુલ 495 કેસ પોઝિટિવ નોંધાઇ ચુક્યા છે. જ્યારે તાલુકામાં કુલ 18 લોકોના મોત થઇ ચુક્યા છે. માંગરોળમાં પણ વધુ કુલ 12 દિવસનું લોકડાઉન અપાતાં અહિંના લોકોને પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે પણ ગ્રામ પંચાયતે આ નિર્ણય કોરોનાનું સંક્રમણ અટકાવવાં માટે લીધો છે, જેથી કરીને માંગરોલનાં લોકો સ્વસ્થ અને સુરક્ષિત રહે.
રિપોર્ટર : રીયાઝ મેમણ, સુરત