વડગામ ,
વડગામ તાલુકા ના છાપી પાસે આવેલા પીરોજપુરા એપ્રોચ રોડ ઉપર ગુરુવારે એક દુકાન માં શંકાસ્પદ બનાવટી બાયોડીઝલ ના વેચાણ ના નેટવર્ક નો પરદાફાર્શ કરી કુલ રૂ. ૮૭૨૦૦ નો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ છાપી પીએસઆઈ એસ.ડી.ચૌધરી , તેમજ પ્રવીણસિંહ, યાજ્ઞિકભાઈ, મહેન્દ્રભાઈ અને ચેતનસિંહ પેટ્રોલીગ માં હતા, તે દરમિયાન ખાનગી બાતમી મળતા પીરોજપુરા નજીક હાલીમા ફાર્મ નજીક આવેલા શાન કોમ્પ્લેક્ષ માં આવેલ સોનુ એન્ટરપ્રાઇઝ નામ ની દુકાન માં છાપો મારતા દુકાન માંથી કોઈ પણ પ્રકાર ની મજૂરી વગર દુકાન માં શંકાસ્પદ બનાવટી બાયોડિઝલ ના જથ્થા સહિત બાયો ડીઝલ બનાવવા નું કેમિકલ મળી આવતા. પોલીસે બાયોડિઝલ લીટર ૮૦૦ કિંમત રૂ. ૪૮ હજાર, બાયોડીઝલ બનાવવાનું બેઝ ઓઈલ લીટર ૩૦૦ કિંમત રૂ. ૧૮૦૦૦ પતરા ની ટાંકી કિંમત રૂ. ૫ હજાર ડીસ્પેન્સરી મશીન કિંમત રૂ ૧૦ હજાર સહિત અન્ય સામગ્રી મળી કુલ રૂ ૮૭૨૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી દુકાન ને સિલ મારવામાં આવતા બનાવટી બાયોડીઝલ ના વેચાણ નો પર્દાફાસ કરી દુકાન માલીક રહીમભાઈ હુસેનભાઈ મેમન રહે. સિદ્ધપુર તેમજ હારૂનભાઈ રશીદભાઈ મેમન રહે. સિદ્ધપુર વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે આર.આર સેલ ભુજ રેંજ દ્રારા બે દિવસ અગાઉ શેરપુરા ની સિમ માં આવેલ એક બાયોડિઝલ ના પંપ ઉપર થી બાયોડિઝલ ના નામે શંકાસ્પદ ૩૧ હજાર લીટર ઇંધણ ઝડપી પાડ્યું હતું.
અહેવાલ : ખુશાલ ચૌરાસીયા, વડગામ