સુરત ના રાંદેર વિસ્તાર માં એપાર્ટમેન્ટની ગેલેરીનો ભાગ તૂટી પડતાં ત્રણ ના મોત.

હિન્દ ન્યૂઝ, સુરત સુરત શહેરના રાંદેર રોડ ખાતે નવયુગ કોલેજ નજીક આજે વહેલી સવારે એક દૂર્ઘટના ઘટી છે. રાંદેરમાં આવેલા નિલાંજન એપાર્ટમેન્ટની ગેલેરીનો ભાગ તૂટી પડતાં ત્રણ ફસાયા હતા. વહેલી સવારે 04 વાગ્યા ની આસપાસ બનેલી, આ ઘટના બાદ ફાયર અને 108 ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયરના જવાનોએ રેસ્ક્યૂ કરી કાટમાળ નીચે દબાયેલા ત્રણ વ્યકિત અનિલચંદ્ર નેપાળી (ઉં.વ.35), જગદીશચંદ્ર ચૌહાણ (ઉં.વ.45), રાજુ અમૃતલાલ મારવાડી (ઉં.વ.40) ને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે, હોસ્પીટલમાં સારવાર દરમ્યાન ત્રણેયને મૃત જાહેર કરવામાં આવ્યા છે. આ એપાર્ટમેન્ટ…

Read More

હડિયાણા ખાતે ભીમાણી પરિવારના પરેશભાઈ ધર્મદાસ નિમાવત ના માતુશ્રી નું દુઃખદ અવસાન

હિન્દ ન્યુઝ, હડિયાણા અવસાન નોંધ : આજ રોજ તા.22.09.20 ને મંગળવારે હડિયાણા ગામે રામાનદી સાધુ સમાજના અને હડિયાણા ગામે ભીમાણી પરિવારના શ્રી સતી માતાજીના આશ્રમ ના પૂજારી શ્રી પરેશભાઈ ધર્મદાસ નિમાવત ના માતુશ્રી સ્વ. સવિતાબેન ધર્મદાસ નિમાવત ઉ.વ.81.આજ રોજ દુ:ખદ અવસાન થયેલ છે. સદગત નું બેસણું તા.24.09.20 ના રોજ ગુરુવારે સાંજ ના 4 થી 5 કલાકે ટેલિફોની બેસણું રાખેલ છે. જેની નોંધ લેવી. લિ. પરેશભાઈ ડી. નિમાવત ગામ.હડિયાણા મો.નં. 9909499468 મો.નં. 6351063846

Read More

દિયોદર પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનાના બે વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી થરાદ પોલીસ

હિન્દ ન્યૂઝ, દિયોદર, દિયોદર ખાતે બે વર્ષથી નાસતા ફરતા આરોપીને IGP બોર્ડર રેન્જ – ભુજ જે.આર.મોથલીયા તથા SP બનાસકાંઠા-પાલનપુર તરૂણ દુગ્ગલ નાઓએ હાલમા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે સુચના કરેલ હોય તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક પુજા યાદવ થરાદ તેમજ થરાદ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ આજરોજ થરાદ પોલીસ સ્ટાફના અહેડકો, રવજીભાઇ તથા અપોકો વનરાજસિહ તથા અપોકો. કુંપાભાઇ વિગેર પોલીસ સ્ટાફના માણસો સાથે થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે હકીકત મળેલ કે દિયોદર પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનાનો બે વર્ષથી નાસતો ફરતો આરોપી જીતેન્દ્રસિહ ઉર્ફે…

Read More

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા ખાતે ભણતર બન્યું મફત…..

હિન્દ ન્યુઝ, વડોદરા વડોદરા ખાતે સિન્ડિકેટની બેઠકમાં વિદ્યાર્થીઓ ના હિત માં નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં કોરોના મહામારી ને ધ્યાનમાં રાખી ને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (વડોદરા) માં ફી માં હવેથી ઘટાડો કરવામાં આવ્યો છે. જેમાં 1800 થી લઈને 7500 સુધીની રાહત મળશે. જેનો લાભ લગભગ 45000 વિદ્યાર્થીઓને મળશે. રિપોર્ટર : કમલેશ ત્રિવેદી, વડોદરા

Read More

સુરત ખાતે ‘રત્ન કલાકાર વિકાસ સંઘ’ ની નવા હોદ્દેદારોની વરણી

હિન્દ ન્યૂઝ, સુરત            તા. 20-09-2020 નાં રોજ ‘રત્ન કલાકાર વિકાસ સંઘ’ ની કારોબારી મિટિંગ બોલાવવામાં આવી હતી. જેમાં રત્ન કલાકાર ના સ્વ. પ્રમુખ જયસુખભાઇ ગજેરા ને શ્રધ્ધાંજલી પાઠવી ને મિટિંગની આગળની કાર્યવાહી કરવામાં આવી. જેમાં ‘રત્ન કલાકાર વિકાસ સંઘ’ ના હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી. જેમાં બાલૂભાઈ પી. વેકરીયા (પ્રમુખ), આશિષભાઈ પટેલ (ઉપપ્રમુખ), રમેશભાઈ જે. ગોયાણી (મંત્રી), ભરતભાઈ એન. વોરા (સહમંત્રી), મનસુખભાઈ પી. ડોબરીયા (ખજાનચી), કનુભાઈ એસ. ગજેરા (સહ ખજાનચી), દલસુખભાઈ પી. ટિંબડીયા (કો.ઓડિનેટર) તરીકે નિમણુંક કરવામાં આવી. વધુમાં કોરણી મહામારીને ધ્યાન માં રાખી સૌ નવનિયુક્ત…

Read More

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ધ્રોલમાં ઉકાળો નું વિતરણ

હિન્દ ન્યૂઝ, જામનગર, ધ્રોલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ધ્રોલમાં તા. 17/09/2020 થી તા. 21/09/2020 સુધી દિવસ-5 દરમિયાન કોરોના મહામારી સામે રક્ષણ માટે રોગ પ્રતિકારક શક્તિ વધે તેવા ઉકાળાનું દૈનિક આશરે ૨૦૦ લીટર ઉકાળો બનાવવામાં આવેલ અને તેનું વિતરણ કરવામાં આવેલ. આ ઉકાળો નિયમિત ચાર હજાર લોકો સુધી પહોંચે તેવી વ્યવસ્થા કરવામાં આવી. દરરોજ ધ્રોલ શહેર ના સ્વયંસેવકો દ્વારા વિવિધ 15 સ્થાન પર ઊભા રહી અને દોઢ કલાક સુધી ઉકાળાનું વિતરણ કરેલ. વિવિધ સમાજના લોકો તરફથી આ બાબતે સારો પ્રતિસાદ મળેલ અને આ સેવા કાર્યને બિરદાવેલ. આ કાર્યમાં ધ્રોલ ની અન્ય…

Read More

ગીર સોમનાથ જિલ્લામા ફળ અને શાકભાજીના નાના વહેચાણકારોએ વિનામૂલ્યે છત્રી મેળવવા કરેલ અરજી બે દિવસમાં જમા કરાવવી

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ, નાયબ બાગાયત નિયામકની કચેરી ગીર સોમનાથ દ્રારા જે લાભાર્થીઓ દ્રારા વિનામૂલ્યે છત્રી મેળવવા ઓનલાઈન અરજી કરેલ છે. આ યોજનાનું લોકાર્પણ મુખ્યમંત્રી દ્રારા તા.૨૬-૦૯-૨૦૨૦ના રોજ થનાર છે. જેથી અરજી સાથે જરૂરી સાધનિક કાગળો જેમકે આધારકાર્ડ, રેશનકાર્ડ અને ગ્રામ સેવકનો દાખલો અથવા નગરપાલિકાનું શાકભાજી, ફળ, ફુલ વહેચાણ, ફેરીયાનું કાર્ડ ૨ દિવસમાં રજુ કરવાનું રહેશે. જેથી અરજીને મંજુરી આપી વિનામૂલ્યે છત્રી વિતરણ કરી શકાય. વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકની કચેરી, વિનાયક પ્લાઝા, ત્રીજો માળ, નગરપાલિકા સામે, સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામક ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે. રિપોર્ટર :…

Read More

ગીર-સોમનાથ જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી કચેરી દ્વારા ત્રી-દિવસીય ઉજાસ ભણી વેબીનાર કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ, તા. -૨૧, ગીર-સોમનાથ જિલ્લાની તમામ સરકારી ઉચ્ચ પ્રા.શાળા, માધ્યમિક શાળા, મોડેલ શાળા અને કસ્તુરબા બાલીકા વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને કિશોર અવસ્થાનું જ્ઞાન મળી રહે તે હેતુસર જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી કચેરી અને જિલ્લા પ્રોજેક્ટ કોર્ડીનેટરના માર્ગદર્શન હેઠળ ત્રી-દિવસીય ઉજાસ ભણી વેબીનાર કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં તરૂણ્ય શિક્ષણ, સ્વચ્છતા, બાળલગ્ન અને બાળઅધિકારો, બાળકોનું જાતિય રક્ષણ, પોષ્કો એક્ટ, દૈનિક પોષણ જરૂરીયાત, કુપોષણ, એનિમીયા, કેરીયર ગાઇડલાઇન્સ, ઇન્ટરનેટનો સલામત ઉપયોગ સહિતના અનેક વિષયો ઉપર મહાનુભાવો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લા પ્રા.શિક્ષણાધિકારીશ્રી એન.ડી.અપારનાથીએ તાલીમ અન્વયે માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. કાર્યક્રમનું આયોજન કોર્ડીનેટર કીરણબેન, ડી.એમ.ડોડીયા,…

Read More

રાષ્ટ્ર શકિત એકતા મંચ દ્વારા આબુરોડ ની ગરીબ અને લાચાર મહિલા ને નારી સંરક્ષણ કેન્દ્ર પાલનપુર ખાતે મોકલી અપાઇ

પાલનપુર          રાષ્ટ્ર શકિત એકતા મંચ અગાઉ પણ ગરીબોના વ્હારે આવી ગરીબો ને થતા અન્યાય સામે લડી રહી છે. થોડાક દિવસ અગાઉ પણ ગરીબ અને લાચાર મહિલાઓ  એ લિધેલ બેંક ની લોન ના હપ્તા ની વસુલી ને લોકડાઉન ના કારણે સમય મર્યાદા વધારવા જીલ્લા કલેક્ટર ને આવેદન પત્ર આપી. ગરીબોના વ્હારે આવ્યા હતા. ત્યારે આજ રોજ ફરી એકવાર ગરીબ અને લાચાર મહીલા ના વ્હારે આવી માનવતા ના દર્શન કરાવ્યા હતા. આબુરોડ ના લુનિયાપુરા માં રહેતી બબલી જોશી નામની ૩૨ વર્ષિય એક મહિલા અગમ્ય કારણોસર પાલનપુર આવી હતી.…

Read More

કોડીનાર તાલુકાના દેવળી ગામની સેવા સહકારી મંડળીના અણધડ વહીવટથી આર્થિક સ્થિતિ ડામાડોળ

કોડીનાર,               કોડીનાર તાલુકામાં કિશાન ક્રેડીટ કાર્ડના ધીરાણ ઉપર 4 ટકા વ્યાજ વસુલવાની સરકારે ના પાડી હોવા છતાં કોડીનાર તાલુકાના દેવળી સેવા સહકારી મંડળી દ્વારા કેસીસીના ધીરાણ ઉપર વ્યાજ વસુલવા ઉપરાંત ડીફોલ્ટરોની સંખ્યા ઘટવા છતાં મંડળીનું એન.પી.એ. વધી જવા સહિત 17 વિવિધ ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોડીનારના પ્રોફેસર ગુણવંતભાઈ બારડ એ જીલ્લા રજીસ્ટર સમક્ષ રજુઆત કરતા કોડીનાર તાલુકાના સહકારી ક્ષેત્રના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. પ્રો.ગુણવંતભાઈ બારડ એ દેવળી સેવા સહકારી મંડળની વ્યવસ્થાપક કમીટી દ્વારા છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન કરવામાં આવેલા ભ્રષ્ટાચાર અને ગોટાળાની તપાસ કરી મંડળીને…

Read More