સુરત ના રાંદેર વિસ્તાર માં એપાર્ટમેન્ટની ગેલેરીનો ભાગ તૂટી પડતાં ત્રણ ના મોત.

હિન્દ ન્યૂઝ, સુરત

સુરત શહેરના રાંદેર રોડ ખાતે નવયુગ કોલેજ નજીક આજે વહેલી સવારે એક દૂર્ઘટના ઘટી છે. રાંદેરમાં આવેલા નિલાંજન એપાર્ટમેન્ટની ગેલેરીનો ભાગ તૂટી પડતાં ત્રણ ફસાયા હતા. વહેલી સવારે 04 વાગ્યા ની આસપાસ બનેલી, આ ઘટના બાદ ફાયર અને 108 ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયરના જવાનોએ રેસ્ક્યૂ કરી કાટમાળ નીચે દબાયેલા ત્રણ વ્યકિત અનિલચંદ્ર નેપાળી (ઉં.વ.35), જગદીશચંદ્ર ચૌહાણ (ઉં.વ.45), રાજુ અમૃતલાલ મારવાડી (ઉં.વ.40) ને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે, હોસ્પીટલમાં સારવાર દરમ્યાન ત્રણેયને મૃત જાહેર કરવામાં આવ્યા છે. આ એપાર્ટમેન્ટ જર્જરિત હોવાને કારણે ખાલી કરાવાયેલું હતું. જોકે, મજૂરી કામ કરીને રાત્રે પરત આવેલા બિલ્ડિંગની નીચે સૂતેલા ત્રણ શ્રમજીવીએ પોતાનો જીવ ખોયો છે. સમગ્ર ઘટના બાદ બિલ્ડિંગનાં બિલ્ડર વિજય શાહ સામે ત્રણ લોકોના મોત વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ બિલ્ડિંગ લગભગ 50 વર્ષ જૂનું કહી શકાય છે અને 9 મહિના પહેલાં SMCએ ખાલી કરાવ્યું હતું. આ એપાર્ટમેન્ટમાં નીચે બંધ દુકાન બહાર શ્રમજીવીઓ સૂતા હતા, જે પૈકીના ત્રણ દબાઈ ગયા હતા. એટલું જ નહીં, રાત્રે ભારે વરસાદને કારણે મોટા ભાગના શ્રમજીવીઓએ આ જગ્યા પરથી બીજે આશ્રય લીધો હતો, નહિતર મોટી દુર્ઘટના થઈ શકી હોત.

રિપોર્ટર : રીયાઝ મેમણ, સુરત

Related posts

Leave a Comment