ભુજનો સર્વાંગી વિકાસ કરવા રાજય સરકાર કટિબધ્ધ – વિધાનસભા અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્ય

હિન્દ ન્યુઝ, ભુજ

        સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના જનલોકભાગીદારી ગ્રાન્ટ અંતર્ગત ભુજ શહેરના વોર્ડ.૧૧માં રૂા. ૪.૯૧ કરોડના સી.સી.રોડ તથા ઇન્ટરલોકના કામનું વિધાનસભા અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્યે દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.  

        આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષાએ જણાવ્યું હતું કે, ભુજનો સર્વાંગી વિકાસ થયો છે, હજુપણ નવા નવા પ્રકલ્પો આકાર લઇ રહ્યા છે. શહેરવાસીઓની માંગણીઓને સંતોષવા માટે નગરપાલિકા સક્રીયપણે કામગીરી કરી રહી છે. પાણી, ગટર અને અન્ય સુવિધા માટે ગુજરાત સરકાર કરોડોની ગ્રાન્ટ શહેરને ફાળવી છે. જે અંતર્ગત વર્તમાન સમયમાં કરોડો રૂપિયાના વિકાસકામો શહેરમાં થઇ રહ્યા છે. ટૂંક સમયમાં ભુજના રસ્તાઓ રીસર્ફેશીંગ કરવામાં આવશે.

        આ ટાંકણે ભુજ શહેરના નગરપતિ ઘનશ્યામભાઇ ઠક્કરે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા ખુલ્લા હાથે ભુજ શહેર માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જેમાંથી અનેક વિકાસકામો થઇ રહ્યા છે. ટૂંક સમયમાં તમામ રીલોકેશન સાઇટના રસ્તાનું રીસર્ફેશીંગ કરાશે. શહેરમાં નલ સે જલ યોજનાનો પણ અમલ કરાશે. આમ શહેરની સુખાકારી માટે સમગ્ર પદાધિકારીઓ તથા સુધરાઇ કટિબધ્ધ છે.

        આ કાર્યક્રમમાં પાલિકા ઉપપ્રમુખ રેશ્માબેન ઝવેરી, સર્વ નગરસેવકો મનુભા જાડેજા, બિંદીયાબેન ઠક્કર, ગોદાવરીબેન ઠક્કર, અશોકભાઇ પટેલ, ધર્મેશભાઇ જોષી, ઘનશ્યામભાઇ સી.ઠક્કર, ક્રિષ્નાબા જાડેજા, અનીલભાઇ છત્રાળા, વીજુબેન રબારી, સહદેવસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા, જયેશભાઇ ઠક્કર તથા વોર્ડ.૧૧ના રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment