દુર્ગા વાહિની દ્વારા બેટ દ્વારકા માં શસ્ત્ર પૂજન કાર્યક્ર્મ યોજાયો

હિન્દ ન્યુઝ, બેટ દ્વારકા

દુર્ગા વાહિની દ્વારા બેટ દ્વારકા માં શસ્ત્ર પૂજન ૩ સ્થાન પર કરવામાં આવ્યું. જેમાં ઉપસ્થિતિ સંખ્યા ૧૪૦ બહેનો ની રહી હતી.

ઓખા શહેર માં રામ મંદિર ખાતે દુર્ગા વાહિની દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું જેમાં ૧ સ્થાન માંથી કુલ ૬૦ બહેનો ઉપસ્થિતિ રહ્યા હતા.

દ્વારકા શહેર દુર્ગા વાહિની દ્વારા સતવારા સમાજ ની ગરબી મંડળ માં શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું જેમાં ૧૫૦ ની સંખ્યા માં બાળાઓ અને બેહનો ઉપસ્થિત રહ્યા.

દ્વારકા પ્રખંડ દુર્ગા વાહિની દ્વારા કુલ ૫ સ્થાન પર શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું જેમાં કુલ ૩૫૦ બહેનો એ શસ્ત્ર પૂજન માં ભાગ લીધો અને સમાજ ને સનાતન ધર્મ ની જાગૃત નારી તરીકે ની એક છબી બતાવવામાં આવી તેમજ આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે જેનીબેન અને દુર્ગા વાહિની ની સમગ્ર ટીમ દ્વારા ભારે જેહમત ઉઠાવી હતી.

Related posts

Leave a Comment