હિન્દ ન્યુઝ,
શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃતિ અંતર્ગત ગુજરાત ટી પ્રોશેષ એન્ડ પેકર્ષ લી. ના સહકાર થી સંસ્થા ને ભેટ મળેલ મેડીકલ વેનમાં તા.૨૫ જૂનનાં રોજ ભાલ વિસ્તારનાં જશવંતપુર ગામ ખાતે આરોગ્ય શિબિર યોજવામાં આવેલ. જેમા ૫૦ બાળકોની લોહીમાં હિમોગ્લોબીનની તપાસ કરી જરૂરિયાતમંદ બાળકોને દવા વિતરણ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં શિશુવિહાર આરોગ્યટીમના ડો.અરવિંદભાઇ ત્રિવેદી, રેખાબેન ભટ્ટ તથા જશવંતપર ગામના સરપંચ વલ્લભભાઈ ચુડાસમા તથા સ્કૂલના આચાર્ય દિનેશભાઇ સોલંકીની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

