તા. ૨૮ ના રોજ રાજ્યમંત્રી દેવાભાઈ માલમના અધ્યક્ષ સ્થાને ‘કેશક્રેડિટ કેમ્પનો’ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ

ગ્રામ વિકાસ વિભાગ, ગુજરાત સરકારના ઉપક્રમે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના અંતર્ગત સ્વસહાય જૂથો માટે બેંક લીકેજ અન્વયે બોટાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત ગુજરાતના પશુપાલન અને ગૌસંવર્ધન વિભાગના રાજ્યમંત્રી દેવાભાઈ માલમના અધ્યક્ષ સ્થાને તા.૨૮ મી જુન, ૨૦૨૨ ને મંગળવારના રોજ સવારે ૯:૩૦ કલાકે બોટાદ જિલ્લાના સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, વ્હાઇટ હાઉસ ખાતે ‘કેશ ક્રેડીટ કેમ્પ’ નો કાર્યક્રમ યોજાશે.

આ કાર્યક્રમમાં ભાવનગરના સંસદસભ્ય શ્રીમતી ભારતીબેન શિયાળ, જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી, ગઢડાના ધારાસભ્ય આત્મારામભાઇ પરમાર,બોટાદના ધારાસભ્ય સૌરભભાઇ પટેલ અને ધંધુકાના ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલની પ્રેરક ઉપસ્થિતી રહેશે.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment