સમી તાલુકાના બાસ્પા ગામે આવેલ આનંદ ગુરુ આશ્રમ ખાતે વઢિયાર રામાનંદી સાધુ સમાજ મહિલા સંમેલન યોજાયું

હિન્દ ન્યુઝ, રાધનપુર

વઢિયાર રામાનંદી સાધુ સમાજ નારી શક્તિ સંગઠન મજબૂત બનાવવા માટે પાટણ જિલ્લાના સમી તાલુકાના બાસ્પા ગામ ખાતે આવેલ ગુરુ આશ્રમ ખાતે સમાજ સુધારણા નારી સુરક્ષા સમાજ માં ચાલતા કુરિવાજ દુર કરવા માટે તેમજ વઢિયાર વિભાગ રામાનંદી સાધુ સમાજ ના પ્રમુખ ચંદુલાલ દ્વારા જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવેલ તેનો મહિલા સંગઠન દ્વારા રોષ વ્યકત કરવા મીટીંગ નુ આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે વઢિયાર રામાનંદી સાધુ સમાજ ના પ્રમુખ સાધુ ચંદુભાઈ સામે વઢિયાર રામાનંદી સાધુ સમાજ ની મહિલા ઉપર કરેલ અભદ્ર ટિપ્પણી ને લઈને વઢીયાર રામાનંદી સાધુ સમાજ ની મહિલા માં સમાજ પ્રમુખ ઊપર રોષ ને લઈને વઢીયાર રામાનંદી સાધુ સમાજ દ્વારા પ્રમુખ સાધુ ચંદુભાઈ ને વઢિયાર રામાનંદી સાધુ સમાજ ના પ્રમુખ પદ પરથી હટાવવા ની કાયૅવાહી હાથ ધરી. વઠિયાર રામાનંદી સાધુ સમાજ દ્વારા વઢિયાર રામાનંદી સાધુ સમાજ ના પ્રમુખ સાધુ ચંદુભાઈ ને હટાવવા માટે કરેલ ઠરાવ આ પ્રસંગે સમાજ દ્વારા વઢીયાર રામાનંદી સાધુ સમાજ હિતરક્ષક સમિતિ બનાવવામાં આવી હતી જેની અંદર મુખ્ય મહેમાન તરીકે દક્ષાબેન સાધુ રાષ્ટ્રીય મહિલા અધ્યક્ષ સાધુ સમાજના ઉપસ્થિત રહ્યા હતા વઠિયાર રામાનંદી સાધુ સમાજ ની મહિલાઓ ઉપર સમાજના પ્રમુખે કરેલી અભદ્ર ટીપ્પણી ને લઈને સમાજની મહિલાઓ ને ન્યાય અપાવવા હાકલ કરવામાં આવી સાથે-સાથે વઢીયાર રામાનંદી સાધુ સમાજ ના પ્રમુખ ચંદુભાઇ સાધુને સમાજના પ્રમુખ તરીકે દૂર કરવાની માગણી ઉઠવા પામી છે. આ પ્રસંગે ગુજરાત ભરમાંથી વઢીયાર રામાનંદી સાધુ સમાજની મહિલાઓ અને પુરુષો ઉપસ્થિત રહ્યા હતા. વઢીયાર રામાનંદી સાધુ સમાજ રાપરીયા યુવક મંડળના યુવાનો, વડીલો, ભાઈઓ બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment