૧૭મીએ ગાંધીધામ તથા ૨૧મીએ નખત્રાણા ખાતે તાલુકાકક્ષાનો આયુષ મેળો યોજાશે

હિન્દ ન્યુઝ, ભુજ

            આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શનથી આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત દ્વારા સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજના સહકારથી ગાંધીધામ ખાતે તાલુકા કક્ષાનો આયુષ મેળો ૧૭/૦૨ ના રોજ પ્રભુદર્શન હોલ, આદિપુર-ગાંધીધામ ખાતે સવારે ૯:૩૦ થી ૩:૦૦ દરમિયાન યોજાનાર છે. જેના અધ્યક્ષ સ્થાને પ્રમુખ જિલ્લા પંચાયત શ્રીમતી પારૂલબેન રમેશભાઈ કારા, ઉદ્ધાટક તરીકે શ્રીમતી માલતીબેન મહેશ્વરી ધારાસભ્ય ગાંધીધામ-ભચાઉ રહેશે. અતિથિ વિશેષ તરીકે શ્રીમતી ઈશિતાબેન ટીલવાણી પ્રમુખ ગાંધીધામ નગર પાલિકા રહેશે.

        જયારે નખત્રાણા ખાતે તાલુકા કક્ષાનો આયુષ મેળો તા : ૨૧/૦૨ના રોજ સાંઇ જલારામ મંદિર, આનંદ નગર, બસ સ્ટેશન પાછળ નખત્રાણા-કચ્છ ખાતે ૯:૩૦ થી ૩:૦૦ દરમિયાન યોજાનાર છે. જેના અધ્યક્ષ સ્થાને પ્રમુખ જિલ્લા પંચાયત શ્રીમતી પારૂલબેન રમેશભાઈ કારા, ઉદ્ધાટક તરીકે પ્રદ્યુમનસિંહ જાડેજા ધારાસભ્ય-અબડાસા, અતિથી વિશેષ તરીકે કરશનજી જાડેજા, ચેરમેન જાહેર આરોગ્ય સમિતિ જિલ્લા પંચાયત કચ્છ રહેશે.

        આયુષ મેળામાં નિ:શુલ્ક આયુર્વેદ/હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પ, આયુર્વેદ ની પંચકર્મ, રક્તમોક્ષણ –જલૌકા વચારણ તથા અગ્નિકર્મ સારવાર, બાળકો માટે સુવર્ણ પ્રાશન, વનસ્પતિ પ્રદર્શન, દિનચર્યા-ઋતુચર્યા અંગેની માહિતી, વિવિધ આરોગ્યપ્રદ અને પૌષ્ટિક વાનગી પ્રદર્શન, યોગ નિદર્શન, આયુર્વેદની માહિતી આપતા પોસ્ટર-ફોટોગ્રાફ વિડીઓ તથા પુસ્તકોના ભવ્ય પ્રદર્શન તેમજ વિવિધ સ્પર્ધાઓનું આયોજન થનાર છે.

        જે જાહેર જનતા માટે પ્રદર્શન નિ:શુલ્ક રાખવામાં આવેલ છે આ કાર્યક્રમનો જાહેર જનતા બહોળી સંખ્યામાં લાભ લે તેવું જિલ્લા આયુર્વેદ અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે. વધુ માહિતી માટે ગાંધીધામ નોડલ ઓફિસર ડો.મિનલબેન ઠક્કર ૯૯૦૯૦૧૬૬૫૫, નખત્રાણા નોડલ ઓફિસર ડો.કિશનગિરી ગુંસાઈ ૯૮૯૮૨૬૪૬૨૫ નો સંપર્ક કરવો.

Related posts

Leave a Comment