ડભોઇ તાલુકા દર્ભાવતિ નગરી ના ડભોઇ નગરપાલિકાની સામાન્ય સમગ્ર સભા નગરપાલિકા સભાખંડમાં યોજાઇ

હિન્દ ન્યૂઝ, ડભોઇ,

બરોડા જિલ્લાના ડભોઇ તાલુકા દર્ભાવતિ નગરી ના ડભોઇ નગરપાલિકાની સામાન્ય સમગ્ર સભા નગરપાલિકા સભાખંડમાં યોજાઇ હતી. જેમાં એજન્ડામાં કુલ 23 વિષય સાથે વધારાના ચાર વિષય કુલ ૨૭ વિષય સાથે નગરપાલિકા પ્રમુખ અનસૂયા બેન કિરીટભાઈ વસાવા ના અધ્યક્ષ પના હેઠળ યોજાઇ હતી. જેમાં 195 લાખની ગ્રાન્ટ ના ભારે વરસાદના કારણે નુકસાન પામેલા રસ્તાના રીપેરીંગ રિસર્ફેસીંગ ના કરેલા કામો તેમજ એકસો પચાસ લાખ રૂપિયાના વિકાસનાં કામો અંગે અને વાર્ષિક હિસાબો અને બહાર રાખવા માટેના મુખ્ય મુદ્દાઓને લઇ છેલ્લી સમગ્ર સામાન્ય સભા ઉગ્રહ બની હતી. સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે વિકાસના કામો અંગે સુભાષ ભોજવાની અને યોગેશ ઠાકોર દ્વારા આડે હાથે લીધા હતાં. તેમજ ડભોઇ શહેર માં કોરોના વોરિયસૅ તરીકે ફરજ બજાવેલ ડોક્ટરો નર્સો તથા પોલીસ કર્મચારીઓ અને નગરપાલિકા કર્મચારી અને પત્રકાર મિત્રો ને પ્રોત્સાહિત કરવા ના પણ નિર્ણય લેવાયા હતા તથા વાર્ષિક હિસાબો ને બહાર રાખવા અને નગરપાલિકાના માજી પ્રમુખ જશુભાઇ પટેલ તથા સદસ્ય નેમતુલલા લોખંડવાલા અને માજી સદસ્ય મહિલા આશાબેન પટેલ ના કોરોના મા દુઃખદ નિધન થતા તેઓને બે મિનિટનું મૌન પાળી શ્રધ્ધાંજલિ પાઠવી હતી.

રિપોર્ટર : હુસેન મનસુરી, ડભોઈ

Related posts

Leave a Comment