બરોડા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ ડભોઈ પોલીસે ઇકો કાર માથી સરકારી કેરોસીન નો જથ્થો ઝડપી પડ્યો

હિન્દ ન્યૂઝ, ડભોઈ,

બરોડા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ ડભોઈ પોલીસ ની હદ વિસ્તારમાં કામગીરીમાં હતી ત્યારે દારૂલૂમ વેગા પાસે બોડેલી તરફથી આવતી સફેદ કલરની ઇકો કાર ને રોકી તપાસ કરતા કારમાંથી ભૂરા રંગનું સરકારી કેરોસીન ભરેલી કારબા 9 માં 315 લિટર કેરોસીન કિંમત રૂ. 11,025 કારની કિં રૂ. 2,00,000 મોબાઇલ નંગ એક કિંમત રૂપિયા 500 મરી કુલ મુદ્દામાલ કિંમત રૂ. 2,11,525 સાથે એક ઇસમને ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે. જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચના આ હે.કો દેવરાજસિંહ, આ હે.કો સિધ્ધરાજસિંહ, આ પો.કો મેહુલસિંહ તેમજ વિજયભાઈ સહિતના જવાનોની ટીમ વેગા પાસે દારૂલૂમ નજીક કામગીરીમાં હતા, ત્યારે શંકાસ્પદ એ કાર પૂરઝડપે બોડેલી તરફથી આવતાં જ તેને રોકાવી હતી કારમાં તપાસ કરતાં સરકારી ભૂરા રંગનું કેરોસીન ભરેલુ કુલ 9 કારબા માં કુલ 315 લીટર કેરોસીન નો ગેર કાયદેસરનો જથ્થો મળ્યો હતો. પોલીસે ચાલક નું નામ ધામ પૂછતા તેણે પોતાનું નામ નાથુલાલ કાલુજી ખટકી રહે.માધવા પાર્ક સોસાયટી છાની વડોદરા નો હોવાનું જણાવતાં મુદ્દામાલ કિંમત રૂપિયા 2,11,525 સાથે સીઆરપીસી 41 (1) (ડી) મુજબ કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે.

રિપોર્ટર : હુસેન મન્સૂરી ડભોઇ

Related posts

Leave a Comment