વડોદરામાં પાલિકા ડોર ટુ ડોર કચરો કલેક્ટ કરતી ગાડીઓના ડ્રાઈવરોએ પગાર વધારાની માંગ સાથે હડતાળ પાડી

હિન્દ ન્યુઝ, વડોદરા

વડોદરા પાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરો લાવવા કોન્ટ્રાક્ટ અપાયો છે. કચરાની ગાડીઓ દ્વારા ડોર ટુ ડોર કચરો કલેક્શન કરે છે. આ ડ્રાઇવરો 15 વર્ષથી આ કામગીરી કરે છે, છતાં પગારમાં સુધારો થયો નથી. અનેક વખત કોન્ટ્રાક્ટરને પગાર વધારવા રજૂઆત કરી છતાં કોન્ટ્રાક્ટરે દાદ ન આપતાં આજે 200 ડ્રાઇવરો હડતાળ પર ઊતરી ગયા હતા. કચરાની ગાડી પોળો, સોસાયટી, દુકાનોમાં કચરો લેવા ન જતાં લોકોને જાતે જ કચરાનો નિકાલ કરવાની ફરજ પડી હતી. ડ્રાઇવરોના અગ્રણી મનોજ સોલંકીએ જણાવ્યું કે, ડ્રાઇવરોને પ્રતિદિન રૂા.285 પ્રમાણે અને મજૂરને રૂા. 265 પ્રમાણે અપાય છે. જેમાં વધારો કરવા માંગ કરી છે.

રિપોર્ટર : કમલેશ ત્રિવેદી, વડોદરા

Related posts

Leave a Comment