અંબાજી માં વરલી મટકા નો જુગાર રમાડતા આરોપી ને LCB એ પકડ્યા

હિન્દ ન્યૂઝ, અંબાજી

                             અંબાજી માં ગેરકાયદેસર વરલી મટકા આંક જુગાર રમાડતા હોવા ની LCB એ બાતમી નાં આધારે LCB દ્વારા આજે અંબાજીમાં અચાનક રેડ કરવામાં આવી હતી LCB દ્વારા રેડ કરતા અંબાજીના બસ સ્ટેશન પાછળ આવેલ રિક્ષા સ્ટેન્ડ પર હરીશ દવે ઉર્ફે (અમર) નામના શખ્સ દ્વારા રિક્ષામાં વરલી મટકાના આંકડા નો જુગાર રમાડાતો હતો. ત્યારે LCB એ રેડ કરી ઝડપી પાડયા હતા. આ રેડમાં ૭૫૧૦ રૂપિયા રોકડ ૧ વિવો મોબાઈલ કિંમત રૂપિયા ૫,૦૦૦ થતાં એક રીક્ષા જGJ-24-W-0770 કે જેમાં જુગાર રમાડાતો હતો. જેની કિંમત ૫૦,૦૦૦ હજાર એમ કુલ મળીને ૬૨,૫૧૫ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ પકડી પડ્યો હતો. LCB એ રેડ કરી ઉપરોક્ત મુદ્દામાલ સાથે અમરીશ દવે ને પકડીને અંબાજી પોલીસને હવાલે કર્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અંબાજી પોલીસ સ્ટેશન પી.એસ.આઈ એલ.પી રાણા દ્વારા આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રિપોર્ટર : બિપિન સોલંકી, અંબજી 

Related posts

Leave a Comment