દેવગઢ બારીયા નગર પાલિકાના મહિલા પ્રમુખ ના પતિ દ્વારા મજૂર ને જાતી અપમાનિત કરતા દેવગઢ બારીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ!!

હિન્દ ન્યૂઝ, દેવગઢ બારીયા,

                               મિતેશ ભાઈ મોહન ભાઈ રામાભાઈ વણકર ને નાણાંની લેવડ દેવડ અંગે ભારે ધક્કા મુક્કી થઈ તેમજ મારા મારી જેવી ઘટના બની હતી. મિતેશભાઈ એ મોહનભાઈ કહેલ કે તું મારી જોડે વારંવાર પૈસા લેવા આવતો ના અને તું પરેશ ભાઈ પાસે પૈસા લેવા જજે. કહેતા મોહનભાઈ એ મિતેશભાઈ ને કહ્યું હું પરેશભાઈ ને નથી ઓળખતો હુ તમને ઓળખું છું. મારે મારી મજૂરી ના પૈસા નીકળતા તમારે ચૂકવવાના રહેશે તેમ કહેતા મિતેશભાઈ નાથાણી એ મોહનભાઈ ને બેફામ ગાળો આપી ને તેમની જાતિનું અપમાનિત કરી હતી. તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી, તેમજ મિતેશભાઈ કહ્યું હું બારીયા નો રાજા છું તને એક મિનિટ મા અંદર કરાય દઈસ… આવી ધમકી નગર પાલિકાના પ્રમુખ ના પતિએ ધમકી આપી હતી.
નગર પાલિકાના પ્રમુખ દક્ષા બેન નાથાણી ના પતિએ દેવગઢ બારીયા કાપડી વિસ્તાર માં ભીલ ફળિયા મા રહેતા મોહનભાઈ રામાં ભાઈ વણકર ને જાનથી મારી નાંખવાની ધમકી આપતા મોહન ભાઈ વણકર એ દેવગઢ બારીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ છે. મોહનભાઈ ને મિતેશભાઈ નાથાણી દ્વારા ખુબજ ખરાબ ગાળો આપવામાં આવી હતી. તેમજ તેમની જાતિ અપમાનિત કરવામાં આવી હતી.
દેવગઢ બારીયા પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે. સમગ્ર દાહોદ જિલ્લામાં પ્રજાજનોમાં ખરભરાટ આશ્ચર્ય ફેલાવા પામ્યું છે. આ બનાવ બાદ દેવગઢ બારિયામાં સન્નાટો છવાઇ જવા પામ્યો છે, તેમજ દાહોદ જિલ્લામાં રાજકીય ગરમાવો વધ્યો છે. દેવગઢ બારીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધતાજ નગર પાલિકા પ્રમુખ ના પતિ ફરાર છે. પોતાની પત્ની ને મરેલ સતા ના દમ પર રોફ જમાવવા માગતા હતા તેઓ દરેક જગ્યા ઉપર પોતાની ધાક ધમકી આપી બધાને પોતાના શકાંજમાં લેવા ની વાત કરતા હોય છે. આમ
સમગ્ર દાહોદ જિલ્લામાં રાજકીયવાતાવરણ માં બવ મોટી અસર જોવા મળી છે.

રિપોર્ટ : અનસ ટુણીયા, દેવગઢ બારીયા

Related posts

Leave a Comment