ટ્રક માલિક સંગઠન વેલ્ફેર ટ્રસ્ટની અધ્યક્ષતામાં ગીરસોમનાથ જીલ્લાના ટ્રક માલિકોની મિટીંગ

હિન્દ ન્યૂઝ,  ગીર સોમનાથ, 

                         આજરોજ ટ્રક માલિક સંગઠન વેલ્ફેર ટ્રસ્ટની અધ્યક્ષતામાં ગીરસોમનાથ જીલ્લાના ટ્રક માલિકોની મિટીંગ મળી હતી. જેમાં ટ્રકોને થઇ રહેલી પારાવાર નુકસાની બાબતે ચર્ચાઓ કરવામાં આવી ખાસ કરીને જીલ્લામાં આવેલ કંપનીઓના ખૂબજ નિચા ભાડાને લીધે નુકસાન થઇ રહ્યુ છે. તો કંપનીઓ તાત્કાલિક ભાડા વધારે એવુ ટ્રક માલિકો દ્વારા માંગ ઉઠી હતી. સાથે રોડ રસ્તાની ખરાબ હાલત, ડીઝલના ઉંચા ભાવ, લોડીંગ અનલોડીંગ ગાડી ખાલી કરવાની મજુરીમાં વધારો, વિમા તેમજ અન્ય સાધનિક કાગળોમાં ભાવવધારો વગેરે આવી અનેક સમસ્યાઓ બાબતે ચર્ચાઓ થઇ હતી.

આવનારા દિવસોમાં ટ્રાન્સપોર્ટરો સાથે મુલાકાત કરી યોગ્ય થાય તેવી આશા રાખેલ અને માંગ ન સંતોષાય તો હડતાલ જેવો વિકલ્પ પણ ચર્ચાયો હતો.

રિપોર્ટ : તુલસી ચાવડા ગીર સોમનાથ

Related posts

Leave a Comment